વડોદરા: કોરોનાના 16 નવા પોઝિટિવ કેસ, બેંક ઓફ મહારાષ્ટ્ર કરાઈ બંધ

વડોદરા શહેરમાં આજે કોરોના વાયરસના વધુ 16 કેસ પોઝિટિવ આવ્યાં છે જેમાં 7 પત્રકારો પણ સામેલ છે. જ્યારે બે દર્દીઓએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. શહેરની બેંક ઓફ મહારાષ્ટ્ર બેન્કને બંધ કરાઈ છે. કારેલીબાગમાં આવેલી આ બેન્કમાં પોઝિટિવ દર્દીએ મુલાકાત લીધી હતી. 

વડોદરા: કોરોનાના 16 નવા પોઝિટિવ કેસ, બેંક ઓફ મહારાષ્ટ્ર કરાઈ બંધ

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા શહેરમાં આજે કોરોના વાયરસના વધુ 16 કેસ પોઝિટિવ આવ્યાં છે જેમાં 7 પત્રકારો પણ સામેલ છે. જ્યારે બે દર્દીઓએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. શહેરની બેંક ઓફ મહારાષ્ટ્ર બેન્કને બંધ કરાઈ છે. કારેલીબાગમાં આવેલી આ બેન્કમાં પોઝિટિવ દર્દીએ મુલાકાત લીધી હતી. 

નવા 16 પોઝિટિવ કેસ, 7 પત્રકારો પણ સામેલ
વડોદરામાં આજે જે નવા 16 પોઝિટિવ કેસ આવ્યાં છે તેમાં 7 પત્રકારોના રિપોર્ટ પણ પોઝિટિવ છે. વડોદરામાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો હવે 279 થયો છે. જ્યારે મૃત્યુઆંક 17 પર પહોંચ્યો છે. 90 લોકો સાજા થઈને ઘરે ગયા છે. નવા બે જે મૃત્યુ નોંધાયા તેમાં વારસિયાના 75 વર્ષના વૃદ્ધા અને ખોડીયાર નગરના 66 વર્ષના વૃદ્ધાનું મૃત્યુ થયું છે. 

કારેલીબાગની બેન્ક ઓફ મહારાષ્ટ્ર બંધ કરાઈ
કોરોના પોઝિટિવ દર્દીએ કારેલીબાગમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં મુલાકાત કરી હોવાના કારણે બેન્કને તાબડતોબ બંધ કરાઈ છે. બેન્કની બહાર આરોગ્ય વિભાગે નોટિસ લગાવી છે. બેન્કના કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરાયા છે. આ બાજુ બેન્ક બંધ થઈ જતા ખાતેદારોને હાલાકી પડી રહી છે. 

સૌથી મોટા અનાજ કરીયાણા હાથીખાના માર્કેટમાં ચેકિંગ
વડોદરાના સૌથી મોટા અનાજ કરીયાણા હાથીખાના માર્કેટમાં વેપારીઓનું હેલ્થ ચેકિંગ કરાયું છે. થર્મલ મશીનથી વેપારી અને કર્મચારીઓનું ચેકિંગ કરાઈ રહ્યું છે. મેડિકલ ટીમ પૂરતી કાળજી લઈને ચેકિંગ  કરી રહી છે. વેપારીઓ અને કર્મચારીઓ તથા મજૂરોનું પણ ચેકિંગ થઈ રહ્યું છે. 

વડોદરા શહેરના 21 વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કર્યો
 શહેરના 21 વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કર્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસ તપાસ કરીને આ વિગતો મેળવી છે. શહેર પોલીસનો કોરોનાના દર્દીઓની તપાસનો અહેવાલ જોઈ આરોગ્ય તંત્ર પગલા લેશે. નાગરવાડાનો પ્રથમ કેસ ફિરોઝખાન પઠાણ 16મી માર્ચે અમદાવાદ દાણીલીમડાથી ચેપ લઈને આવ્યો હતો. 

જુઓ LIVE TV

જ્યારે નાગરવાડામાં બીજો કેસ સુરા જમાતમાં માનનારા મહંમદ હુસેન સાદનો હતો. જેના પિતા નાગરવાડા મરકઝમાં રોકાયા હતાં. ભાવનગરની જમાતની સેવામાં હતા. આજ રીતે આજવા રોડ, બહાર કોલોની, કારેલીબાગ, ગોરવા જુબેલીબાગ, ડભોઈરોડ, તાંદલજા દિવાળીપુરા ,નવાપુરા, નિઝામપુરા, ન્યાય મંદિર, ફતેપુરા ,મકરપુરા ,વાડી પાણીગેટ, રાવપુરા ,સમા,ગોત્રી કિશનવાડી, યાકુતપુરા, પ્રતાપ નગર વગેરે વિસ્તારોની તપાસ હાથ ધરાઈ. 15 દિવસમાં 21 વિસ્તાર માં ઝીરો ગ્રાઉન્ડ લેવલ પર  ક્રાઇમ બ્રાન્ચે કામગીરી હાથ ધરી. 

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો અમદાવાદમાં અને ત્યારબાદ સુરતમાં જોવા મળી રહ્યાં છે. વડોદરામાં પણ કોરોનાના કેસની સંખ્યા વધુ જોવા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news