આયુર્વેદ દિવસ પર PM બોલ્યા, ‘21મી સદીનું ભારત ટુકડોમાં નહિ, પણ હોલિસ્ટીક રીતે વિચારે છે’
ગુજરાતમાં આજે ધનતેરસની મોટી ભેટ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) દ્વારા જામનગરની આર્યુવેદ યુનિવર્સિટીનું લોકાર્પણ કરાયું છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને તાજેતરમાં જ રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. ત્યારે આયુર્વેદ દિવસ પર ગુજરાતને સ્વાસ્થયને લગતો આ મોટો ઉપહાર બની રહેશે. કોરોનાકાળમાં પણ દુનિયા ભારતના આયુર્વેદનું મહત્વ સમજી ગઈ છે. તો સાથે જ તેઓએ ગુજરાતીઓને ધનતેરસની શુભેચ્છાઓ આપીને સંબોધન કર્યું હતું.
Trending Photos
- આયુર્વેદ વિશે તેઓએ કહ્યું કે, આયુર્વેદનો મોટો વારસો છે. પણ સત્ય એ પણ છે કે, આ જ્ઞાન પુસ્તકો અને દાદી-નાની નુસ્ખામાં રહ્યું છે. આ જ્ઞાનને આધુનિક સમય પ્રમાણે વિકસિત કરવું જરૂરી છે
મુસ્તાક દલ/જામનગર :ગુજરાતમાં આજે ધનતેરસની મોટી ભેટ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) દ્વારા જામનગરની આર્યુવેદ યુનિવર્સિટીનું લોકાર્પણ કરાયું છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને તાજેતરમાં જ રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. ત્યારે આયુર્વેદ દિવસ પર ગુજરાતને સ્વાસ્થયને લગતો આ મોટો ઉપહાર બની રહેશે. કોરોનાકાળમાં પણ દુનિયા ભારતના આયુર્વેદનું મહત્વ સમજી ગઈ છે. તો સાથે જ તેઓએ ગુજરાતીઓને ધનતેરસની શુભેચ્છાઓ આપીને સંબોધન કર્યું હતું.
WHOએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિનલ મેડિસીનની સ્થાપના માટે ભારતને પસંદ કર્યું
તેઓએ કહ્યું હતું કે, ધન્વન્તરી આયુર્વેદના દેવતા ગણાય છે. આયુર્વેદની રચના તેમના આર્શીવાદથી થઈ છે. આ વર્ષનો આયુર્વેદ દિવસ ગુજરાત અને રાજસ્થાન માટે વિશેષ છે. યુવાઓ માટે પણ વિશેષ છે. આજે જામનગરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઓફ આયુર્વેદને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે. રાજસ્થાનની ઈન્સ્ટિટ્યૂટને પણ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે લોકાર્પણ કરાયું છે. આયુર્વેદની આ બેસ્ટ યુનિવર્સિટીઓ માટે અભિનંદન. આયુર્વેદ ભારતનો વારસો છે, જેના વિસ્તારમાં સમગ્ર માનવતાની ભલાઈ છે. આપણુ પારંપરિક જ્ઞાન હવે અન્ય દેશોને પણ સમૃદ્દ કરી રહ્યું છે. બ્રાઝિલની રાષ્ટ્રીય નીતિમાં આયુર્વેદ સામેલ થયું છે. ભારતના અમેરિકા અને જર્મની સાથેના સંબંધો આ મામલે વધી રહ્યાં છે. WHOએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિનલ મેડિસીનની સ્થાપના માટે ભારતને પસંદ કર્યું છે, હવે ભારતમાંથી આ ક્ષેત્રે કામ થશે. આ માટે WHOનો હું આભારી છું. જે રીતે ભારત ફાર્મસી ઓફ વર્લ્ડ તરીકે ઉભરાયું છે, તે જ રીતે પારંપારિક ચિકિત્સાનું સેન્ટર પર ગ્લોબલ વેલનેસનું સેન્ટર બનશે. ભારતને નવી ઊંચાઈએ લઈ જશે.
World Health Organisation is establishing the WHO Global Centre on Traditional Medicine in India, to strengthen the research on traditional medicines: Prime Minister Narendra Modi on Ayurveda Day https://t.co/JMKBXP7f5C pic.twitter.com/DRELE4iz6B
— ANI (@ANI) November 13, 2020
આયુર્વેદની લોકલ શક્તિ માટે દુનિયાભરમાં વોકલ થવુ પડશે
આયુર્વેદ વિશે તેઓએ કહ્યું કે, આયુર્વેદનો મોટો વારસો છે. પણ સત્ય એ પણ છે કે, આ જ્ઞાન પુસ્તકો અને દાદી-નાની નુસ્ખામાં રહ્યું છે. આ જ્ઞાનને આધુનિક સમય પ્રમાણે વિકસિત કરવું જરૂરી છે. તેથી દેશમાં પહેલીવાર આપણી પુરાતન ચિકિત્સાના જ્ઞાનને 21મી સદીના આધુનિક વિજ્ઞાન સાથે જોડવામાં આવી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા જ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાની સ્થાપના કરાઈ છે. લેહમાં એક સંસ્થા બની રહી છે. ગુજરાત અને રાજસ્થાન પણ હવે આ ક્ષેત્રે કામ કરશે. જ્યારે કદ વધે છે તો દાયિત્વ પણ વધે છે. આયુર્વેદ ભૌતિકી અને રસાયણ શાસ્ત્રને લઈને રિસર્ચ કરો, જેથી ઈન્ટીગ્રેટેડ ડોક્ટરલ અને પોસ્ટ ડોક્ટરલ બનાવવા માટે કામ કરી શકાય. દેશના સ્ટાર્ટઅપે આયુર્વેદના ગ્રોથનો સ્ટડી કરવો જોઈએ. આયુર્વેદની લોકલ શક્તિ માટે તમારે દુનિયાભરમાં વોકલ થવુ પડશે.
દેશના ખૂણે ખૂણે બની રહ્યા છે વેલનેસ સેન્ટર
તેમણે કહ્યું કે, એલોપથી સાથે આયુર્વેદને જોડવાનો પ્રયાસ કરાયો છે. 21મી સદીનું ભારત ટુકડોમાં નહિ, પણ હોલિસ્ટીક રીતે વિચારે છે. હેલ્થ સાથે જોડાયેલ બાબતોને પણ હોલિસ્ટિક એપ્રોચથી સોલ્વ કરવામાં આવી રહી છે. પ્રિવેનટીવ હેલ્થકેર પર વેલનેસ વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. એક તરફ સ્વચ્છ, પ્રદૂષણ, પોષણ મામલે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તો દોઢ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દેશના ખૂણે ખૂણે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. 1250 થી વધુ સેનટર આયુર્વેદ સાથે જોડાયેલા છે. વેલનેસનું આ ભારતીય દર્શન દુનિયાને આકર્ષિત કરી રહ્યું છે. ભારતની આ પારંપરિક વિદ્યા કેટલી કારગત છે તે બતાવવું છે. કોરોના માટે કોઈ પ્રભાવી રીત ન હતી, ત્યારે ભારતના ઘર-ઘરમાં હળદર-દૂઘ, કાઢા જેવા ઈમ્યુનિટી ઉપાય બહુ જ કામમાં આવ્યા.
સ્વાસ્થય ક્ષેત્રે ગુજરાતને બે મોટી ભેટ મળી છે - રૂપાણી
આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત અને દેશ માટે આયુર્વેદ ક્ષેત્રે ગુજરાતને મળતી આ ભેટ ખૂબ ગર્વની વાત છે. જામનગરમાં ITRA અને રાજકોટમાં એઇમ્સ આરોગ્ય ક્ષેત્રે બે સક્ષમ સંસ્થાની ગુજરાતને ભેટ મળી છે. આ પ્રસંગે WHO ના પ્રતિનિધિએ પણ વીડિયોના માધ્યમથી આયુર્વેદ દિવસ પર શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે