24 કલાકમાં ગુજરાતના 75 તાલુકામાં વરસાદ, ખેતીલાયક વરસાદ થતા જગતનો તાત ખુશખુશાલ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના દહેગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો સાબરકાંઠાના તલોદમાં 2.5 ઇંચ વરસાદ, અમદાવાદ સિટીમાં અને વલસાડના કપરાડામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. કચ્છના નખત્રાણા અને અરવલ્લીના માલપુરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના ૭ તાલુકામાં બે ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ
રાજ્યના 27 તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
પરોઢિયે વરસેલા 2 ઈંચ વરસાદે આખા અમદાવાદને ધમરોળી નાંખ્યું, લોકોના ઓટલા સુધી પાણી ભરાયા
સમગ્ર બોટાદ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના બોટાદ, ગઢડા, રાણપુર, બરવાળામાં વરસાદ ખાબક્યો હતો. બે દિવસના વિરામ બાદ ફરી સાર્વત્રિક વરસાદ શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી છે. જિલ્લાના ગઢડામા બે કલાકમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જેથી ગઢડાના રસ્તાઓ પર પાણી પાણી જોવા મળ્યા છે. સવારના 6 થી 8 સુધી નોંધાયેલ વરસાદ પર નજર કરીએ તો, બોટાદમાં 14 એમએમ, રાણપુરમાં 12 એમએમ અને ગઢડામાં 32 એમએમ વરસાદ નોંધાયો છે.
મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદ
- ઊંઝા - 00 MM
- કડી - 27 MM
- ખેરાલુ - 00 MM
- જોટાણા - 35 MM
- બહુચરાજી - 13 MM
- મહેસાણા - 31 MM
- વડનગર - 10 MM
- વિજાપુર - 19 MM
- વિસનગર - 04 MM
- સતલાસણા - 00 MM
- ટોટલ - 139 MM
શિક્ષણ બોર્ડનો મોટો ખુલાસો, ગુજકેટ અને NEET મામલે ફરતી થયેલી પ્રેસનોટ ખોટી છે
રાજકોટમાં ગોંડલ શહેર અને પંથકમાં વરસાદ નોંધાયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. ગોંડલ, મોવિયા, શ્રીનાથગઢ, દેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંદાયો છે. તો શાપર, વેરાવળ, જસદણ, આટકોટ, ગોંડલ શહેર અને પંથકોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો સાથે જ ખેતીલાયક વરસાદ થતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો છે.
વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીનો સીઝનના કુલ વરસાદ પર નજર કરીએ તો વલસાડમાં 2.6 ઇંચ, વાપીમાં 2.9 ઇંચ, પારડીમાં 11 એમએમ, ધરમપુરમાં 5 ઇંચ, કપરાડામાં 7 ઈંચ,
ઉમરગામમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા છે.
સાબરકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ વહેલી સવારથી સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે. રાત્રિ દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જિલ્લાના 6 તાલુકામાં બે કલાકમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોધાયો છે. સવારે બે કલાક દરમિયાન નોંધાયેલ વરસાદમાં ઇડર 5 મીમી, વડાલીમાં 5 મીમી, ખેડબ્રહ્મામાં 9 મીમી, વિજયનગરમાં 2 મીમી, તલોદમાં 4 મીમી અને પ્રાંતિજ 6 મીમી વરસાદ નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે