ગેહલોત સરકારના તોડફોડના ડરથી રાજસ્થાનના 20 ધારાસભ્યોને એક સાથે સાસણ શિફ્ટ કરાયા

ગુજરાતમાં હાલ રાજસ્થાન બીજેપીના રિસોર્ટ પોલિટિક્સનું ભાગ બન્યું છે. રાજસ્થાન બીજેપીના 20 ધારાસભ્યોને ગુજરાતમાં (rajathan MLA in gujarat) છે. ત્યારે હવે તેમાં મોટા અપડેટ સામે આવ્યા છે. શનિવારે રાજસ્થાનના 6 ધારાસભ્યો સોમનાથ પહોંચ્યા હતા, જેના બાદ તેઓને સાસણના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાન (Rajasthan Politics) ના તમામ 20 ધારાસભ્યો હાલ સાસણમાં છે. ગેહલોત સરકારના તોડફોડના ડરથી ભાજપના 20 ધારાસભ્યોને એક સાથે રખાયા છે. સાસણના એક ખાનગી રિસોર્ટમાં મોડી સાંજ સુધીમાં 6 ઉપરાંત અન્ય 14 ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે. આ તમામ ધારાસભ્યોને આવતીકાલે રાજસ્થાન લઈ જવાશે. 
ગેહલોત સરકારના તોડફોડના ડરથી રાજસ્થાનના 20 ધારાસભ્યોને એક સાથે સાસણ શિફ્ટ કરાયા

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતમાં હાલ રાજસ્થાન બીજેપીના રિસોર્ટ પોલિટિક્સનું ભાગ બન્યું છે. રાજસ્થાન બીજેપીના 20 ધારાસભ્યોને ગુજરાતમાં (rajathan MLA in gujarat) છે. ત્યારે હવે તેમાં મોટા અપડેટ સામે આવ્યા છે. શનિવારે રાજસ્થાનના 6 ધારાસભ્યો સોમનાથ પહોંચ્યા હતા, જેના બાદ તેઓને સાસણના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાન (Rajasthan Politics) ના તમામ 20 ધારાસભ્યો હાલ સાસણમાં છે. ગેહલોત સરકારના તોડફોડના ડરથી ભાજપના 20 ધારાસભ્યોને એક સાથે રખાયા છે. સાસણના એક ખાનગી રિસોર્ટમાં મોડી સાંજ સુધીમાં 6 ઉપરાંત અન્ય 14 ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે. આ તમામ ધારાસભ્યોને આવતીકાલે રાજસ્થાન લઈ જવાશે. 

શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સોમનાથ મંદિરમાં ચકલા ઉડ્યા, ભક્તોની પાંખી હાજરી જોવા મળી 

14 ઓગસ્ટે રાજસ્થાનમાં મળનારા વિધાનસભા સત્ર પહેલા રાજસ્થાનના 20થી વધુ ધારાસભ્યોને ગુજરાતમાં રાખવામા આવ્યા છે. રાજસ્થાનની ગેહલોત સરકાર (Ashok Gehlot) પરના જોખમ વચ્ચે હવે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. ત્યારે સૂત્રોએ જણાવ્યું કે, રાજસ્થાનમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે, જેથી આ તમામ ધારાસભ્યોને એ બેઠકમાં ભાગ લેવા જયપુર લઈ જવાશે. તમામ ધારાસભ્યોને હવાઈ માર્ગે જયપુર લઈ જવાશે. 

તહેવારો પર સૌરાષ્ટ્રના બજારો ખાલીખમ, દર વર્ષની સરખામણીએ માત્ર 2 ટકા વેપાર છે  

રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય ગુજરાતમાં છે તે મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે નિવેદન આપ્યું હતું કે, ધારાસભ્ય પણ નાગરિક છે અને તેવો હરફરવા જવા માટે મુક્ત છે, ત્યારે રાજસ્થાનના ધારાસભ્યો સોમનાથના દર્શન માટે આવ્યા છે. કોઈ ધારાસભ્ય છુપાયા નથી, બધા જ છૂટથી ફરી રહ્યા છે. ધારાસભ્ય ગુજરાત આવ્યા છે તે સારી વાત છે અને તેથી તેમના વિસ્તારના ફાયદો થશે. રાજસ્થાનમાં ગુજરાતના ઘણા લોકો ફરવા જાય છે અને ત્યાંના લોકો પણ અહીં આવે છે તો એમાં કઈ ખોટું નથી.

તો રાજસ્થાનથી આવેલા ધારાસભ્યો અંગે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીને સવાલ પૂછાયો હતો. સવાલના જવાબમાં તેમણે ચાલતી પકડી હતી અને જતા જતા કહ્યું કે, ‘સીઆર ભાઈને પૂછો...’ ત્યારે તરત જ ઉપ-મુખ્યમંત્રી બોલ્યા હતા કે, 'સી.આર ભાઈને શું ખબર  હોય...!!!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news