24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, જાંબુઘોડામાં 4 ઈંચ વરસાદથી મકાન ધરાશાયી થતા 3ના મોત
ગુજરાતમાં હાલ મેઘ મહેરબાન છે. હવામાન ખાતાના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 178 તાલુકામાં વરસાદ (heavy rain) નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર શહેરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વડોદરાના પાદરા, ખેડા-નડિયાદ, આણંદના તારાપુર અને ખંભાત તેમજ સાબરકાંઠાના તલોદમાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના પાટણ શહેરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં હાલ મેઘ મહેરબાન છે. હવામાન ખાતાના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 178 તાલુકામાં વરસાદ (heavy rain) નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર શહેરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વડોદરાના પાદરા, ખેડા-નડિયાદ, આણંદના તારાપુર અને ખંભાત તેમજ સાબરકાંઠાના તલોદમાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના પાટણ શહેરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
- રાજ્યના આઠ તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો
- રાજ્યના 21 તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો
- રાજ્યના 48 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો
- રાજ્યના 78 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ
ગેહલોત સરકારના તોડફોડના ડરથી રાજસ્થાનના 20 ધારાસભ્યોને એક સાથે સાસણ શિફ્ટ કરાયા
પંચમહાલમાં મકાન ધરાશાહી થતા 3ના મોત
પંચમહાલના જાંબુઘોડાના કણજીપાણી ગામે મકાન ધરાશાયી થતા 3 ના મોત નિપજ્યા છે. રાત્રિ દરમિયાનમાં ધોધમાર વરસાદના પગલે કાચું મકાન ધરાશયી થતા 4 લોકો મકાનના કાટમાળ નીચે દટાયા હતા. ત્યારે એક જ પરિવારના પિતા, પુત્ર અને દાદીનું મોત નિપજ્યું છે. પરિવારના એક સભ્યનો જ આબાદ બચાવ થયો છે. 70 વર્ષીય વૃદ્ધા, 40 વર્ષીય પુરુષ અને 5 વર્ષનું બાળક ઘટનાનો ભોગ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જાંબુઘોડામાં ગત રાત્રિ દરમ્યાન 3.75 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સોમનાથ મંદિરમાં ચકલા ઉડ્યા, ભક્તોની પાંખી હાજરી જોવા મળી
ક્યાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો
- પાટણ અને આણંદમાં વરસ્યો 4-4 ઈંચ વરસાદ વરસ્યો
- પાટણના સરસ્વતી, પંચમહાલના જાંબુઘોડામાં 4-4 ઈંચ વરસાદ
- છોટાઉદેપુરના પાવી જેતપુર, અરવલ્લીના ધનસુરામાં 4 ઈંચ
- બનાસકાંઠાના વડગામ, છોટાઉદેપુરના બોડેલીમાં 3.5 ઈંચ
- પંચમહાલના હાલોલ, પાટણના સિદ્ધપુરમાં 3.5 ઈંચ વરસાદ
- સાબરકાંઠાના પ્રાંતિજ, પાટણના રાધનપુરમાં 3-3 ઈંચ વરસાદ
- આણંદના બોરસદ, ખેડાના વાસોમાં 3-3 ઈંચ વરસાદ
- આણંદના પેટલાદ, છોટાઉદેપુરના ક્વાંટમાં 3-3 ઈંચ વરસાદ
- મહેસાણાના ઊંઝા અને પાલનપુરમાં અઢી-અઢી ઈંચ વરસાદ
- પંચમહાલના મોરવાહડફ, સુરતના ઉમરપાડામાં 2.5 વરસાદ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હવામાન વિભાગે આજે સારા વરસાદની આગાહી આપી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, દાદરાનગર હવેલી અને નર્મદા જિલ્લામાં સારો વરસાદ થશે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે સુરત, નવસારી અને વલસાડમાં પણ સારા વરસાદની આગાહી આપી છે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા અને અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે