કોરોના મહામારી વચ્ચે કોલેજો શરૂ કરવા UGC દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઈ

કોલેજો શરૂ કરવા બાબતે યુજીસી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ રહેલી કોલેજ માટે ગાઈડલાઈન જાહેર કરવામા આવી

કોરોના મહામારી વચ્ચે કોલેજો શરૂ કરવા UGC દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઈ

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત રાજ્યમાં દિવાળીના વેકેશન બાદ શાળાઓ અને કોલેજો શરૂ કરવાના સંકેતો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. દિવાળી બાદ શાળા અને કોલેજ એકસાથે શરૂ કરવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દિવાળીના વેકેશન બાદ પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 નું શૈક્ષણિક કાર્ય શરૂ (schools reopening) કરવામાં આવી શકે છે. અંગે અધિકારીઓને એસઓપી તૈયાર કરવા માટે સૂચના આપી દેવાઈ છે. ત્યારે કોલેજો શરૂ કરવા બાબતે યુજીસી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ રહેલી કોલેજ માટે ગાઈડલાઈન જાહેર કરવામા આવી છે. 

આ પણ વાંચો : બે દિવસમાં સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, ગુજરાતીઓની દિવાળી બગડશે

  • કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય સેતુ એપ જરૂરી રહેશે. 
  • વિદ્યાર્થીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને વારંવાર હાથ ધોવા તથા સેનિટાઈઝ કરવું જરૂરી રહેશે
  • કન્ટેનમેન્ટ ઝોન બહાર આવતી કોલેજ શરૂ કરી શકાશે
  • કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓને કોલેજ ન આવવા નિર્દેશ
  • કોલેજોમાં વિદ્યાર્થીઓને નિર્દેશ આપતા પોસ્ટર પણ લગાવવા પડશે
  • કોલેજમાં પ્રવેશતા સમયે સ્ટાફ અને વિદ્યાર્થીઓના સ્ક્રીનીંગ અને ડિઝાઇન્ફેક્શન પ્રક્રિયા ફરજિયાત રહેશે

આ પણ વાંચો : દર્દનાક બીમારીથી તડપીને થયું હતુ આ ગુજરાતી અભિનેતાનું મોત

રિસર્ચ અને પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ ગાઈડલાઈનમા નિર્દેશો જારી થયા છે. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે પણ નિયમો બનાવાયા છે. કોઈ પણ સમયે 50 ટકા કરતા વધુ વિદ્યાર્થીઓને ન બોલાવવાનો પણ ગાઈડલાઈનમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ ઘરે રહી ભણવા માંગતા વિદ્યાર્થીઓને ઓનલાઇન મટીરિયલ કોલેજ દ્વારા આપવાનું રહેશે.

તો બીજી તરફ, પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. રાજ્યનાં પ્રાથમિક માધ્યમિક શાળાનાં શિક્ષકોની વધ ઘટ, તાલુકા ફેર, જિલ્લા ફેર અને બદલી કેમ્પો સત્વરે યોજવા રજૂઆત કરી છે. શિક્ષકોની ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી જાહેર કરવા પણ રજૂઆત કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news