દ્વારકાધીશના આશીષ અને પરફેક્ટ એક્શન પ્લાનનું સહિયારું ફળઃ સમગ્ર દ્વારકામાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નહિ

ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિએ તાજેતરમાં જ રાજ્યમાં કોરોના (Coronavirus) ના આંકડા જણાવ્યું કે, ગુજરાતના 30 જિલ્લામાં કોરોના વાયરસ ફેલાયેલો છે. ત્રણ જિલ્લાઓ હજી પણ કોરોના વાયરસથી દૂર છે. સરકારી આંકડા મુજબ, અમરેલી, જુનાગઢ અને દ્વારકા (Dwarka) ત્રણ એવા જિલ્લા છે, જેમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ચારધામમાંનું એક ધામ અને સાત પૂરીમાંની એક પૂરી મનાતા દ્વારકાધીશ જ્યાં બિરાજે છે તે દ્વારકા કેવી રીતે કોરોનાને દૂર રાખી શક્યું તે રિસર્ચનો વિષય છે. પણ, સ્થાનિક તંત્ર દ્વારા જ જાણીએ કે તેઓએ કેવી તકેદારી અને કેવા એક્શન પ્લાન વચ્ચે કોરોનાને હંફાવ્યો છે. 

દ્વારકાધીશના આશીષ અને પરફેક્ટ એક્શન પ્લાનનું સહિયારું ફળઃ સમગ્ર દ્વારકામાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નહિ

રાજુ રૂપારેલિયા/દ્વારકા :ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિએ તાજેતરમાં જ રાજ્યમાં કોરોના (Coronavirus) ના આંકડા જણાવ્યું કે, ગુજરાતના 30 જિલ્લામાં કોરોના વાયરસ ફેલાયેલો છે. ત્રણ જિલ્લાઓ હજી પણ કોરોના વાયરસથી દૂર છે. સરકારી આંકડા મુજબ, અમરેલી, જુનાગઢ અને દ્વારકા (Dwarka) ત્રણ એવા જિલ્લા છે, જેમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ચારધામમાંનું એક ધામ અને સાત પૂરીમાંની એક પૂરી મનાતા દ્વારકાધીશ જ્યાં બિરાજે છે તે દ્વારકા કેવી રીતે કોરોનાને દૂર રાખી શક્યું તે રિસર્ચનો વિષય છે. પણ, સ્થાનિક તંત્ર દ્વારા જ જાણીએ કે તેઓએ કેવી તકેદારી અને કેવા એક્શન પ્લાન વચ્ચે કોરોનાને હંફાવ્યો છે. 

15 લાખની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લાને કોરોના અડી પણ ન શક્યો, કારણ કે... 

દ્વારકા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાનો એક્શન પ્લાન
દ્વારકા જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના લોકડાઉનમા એક્શન પ્લાન વિશે જણાવ્યું કે, દ્વારકા જિલ્લામાં શરૂઆતથી જ સારા નિર્ણયો લેવાયા. જેમાં પ્રવાસનનું મુખ્ય સેન્ટર એવા દ્વારકા ખાતે આવતા તમામ યાત્રિકોને દ્વારકા આવવા મનાઈ ફરમાવાઈ હતી. અને જે દ્વારકામાં હતા તે પ્રવાસીઓને પરત મોકલવાનો નિર્ણય ત્વરિત લેવાયો હતો. સાથે સાથે તમામ હોટલ સંચાલકો સાથે બેઠકો કરી બુકિંગ કેન્સલ કરાવ્યા હતા. સમગ્ર દ્વારકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાને આરોગ્ય, પોલીસની ટીમ સાથે મળીને નાકાબંધી કરી હતી.અ તમામ મંદિરો સાથે દ્વારકાધીશનાં જગત મંદિરમાં પણ ભાવિકોને પ્રવેશવા મનાઈ ફરમાવી. જેથી એક સફળ લોકડાઉનની સ્થિતિ આ જિલ્લાને ફળી હતી. સાથે સાથે દ્વારકા જિલ્લામાં આવેલી ન્યારા, ટાટા, આરએસપીએલ અને પાવરિકા જેવી કંપનીઓની મદદ થી નાના અને સ્લમ વિસ્તારમાં અનાજની કીટ મોટી સંખ્યામાં પહોચાડવામાં આવી. કોઈ લોકો ભૂખ્યા ન રહે તે માટે આ કંપનીઓએ કામગીરી કરી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. બી. પટેલની તકેદારી 
દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે આરોગ્યની ટીમે સખત મહેનત કરી જિલ્લાને કોરોના મુકત રાખવામાં અગત્યની કામગીરી કરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર. બી. પટેલનાં જણાવ્યા અનુસાર, 554 જેટલા વિદેશથી આવેલ પ્રવાસીઓને તાત્કાલિક ક્વોરેન્ટાઈન કરાયા હતા. આજે એક મહિના જેટલો સમય કામગીરી કરી હતી. તદુપરાંત આજ સુધી 204 શંકાસ્પદ લાગતાં તમામ લોકોનાં રિપોર્ટ જામનગર જીજી હોસ્પિટલ ખાતે કરાવ્યા હતા. તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

સૌરાષ્ટ્ર પંથકમાં મોટું સંકટ, અનેક જિલ્લામાં વીજળી સાથે કમોસમી વરસાદ ખાબક્યો

આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, 4235 લોકો એવા હતા, જેઓ અન્ય રાજ્યોમાંથી પ્રવાસ કરીને દ્વારકા આવ્યા હતા. આ તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા હતા. તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જિલ્લાનાં ચારેય તાલુકા દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં થઈ કુલ 800 જેટલા બેડ અને ખંભાળિયામાં એક પ્રાઈવેટ અને જનરલ હોસ્પિટલમાં 100-100 બેડ એમ કુલ 1000 જેટલા બેડની સુવિધાઓ સાથે હોસ્પિટલ તૈયાર કરાઈ હતી. 358 પેરા મેડિકલ સ્ટાફ, 54 જેટલા નિષ્ણાત ડોકટરો અને 1400 જેટલા આશા વર્કર સાથે કુલ 2000 જેટલા કમૅયોગીઓએ સેવા બજાવીને દ્વારકા જિલ્લાને કોરોના મુકત બનાવવામાં મોટો ફાળો આપ્યો છે, જેને ભૂલી ન શકાય. 

સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને આદતની જેમ જીવનનો ભાગ બનાવો : શિવાનંદ ઝા

દ્વારકા જિલ્લાના એસપી રોહન આનંદે લીધેલા પગલા
દ્વારકા જિલ્લાના એસપી રોહન આનંદે પોલીસના એક્શન પ્લાન વિશે જણાવ્યું કે, દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કોરોના સંદર્ભે 17 જેટલી ચેકપોસ્ટ પર થર્મલ ચેકિંગ સાથે કામગીરી કરવામાં આવી હતી. જેમાં dysp કક્ષાએ સુપરવિઝન કરાયું હતું. સમગ્ર જિલ્લાનાં 2200 જેટલા પોલીસકર્મીઓ દ્વારા લોકડાઉનનું પાલન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૩ ડીવાયએસપી, એલસીબી એસોજી, 10 જેટલા પીઆઈ અને 22 જેટલા પીએસઆઈએ દ્વારકા જિલ્લાને કોરોના મુકત બનાવવા કમર કસી હતી. જિલ્લા માં અત્યાર સુધી 1474 જેટલા ગુનાઓ નોંધી 1635 જેટલા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવી. જિલ્લા કલેકટરનાં તમામ જાહેરનામાનો કડક અમલ કરાવવામાં આવ્યો. આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યામાં માછીમારો પણ છે. તેથી બહારથી આવતી બોટ પર ચુસ્ત નજર રાખવામાં આવી હતી. બહારથી આવેલા માછીમારોને બોટમાં જ ક્વોરેન્ટાઈન કરાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news