ઉત્તર ગુજરાતના આ ગુજ્જુ યુવાને બનાવ્યું બેટરીથી ચાલતુ અદભૂત બાઇક

ઉત્તર ગુજરાતની એક ખાનગી યુનિવર્સીટી ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ઇલેક્ટ્રીસિટિથી ચાલતી એડવાન્સ ટેકનોલોજીવાળી બાઇક બનાવીને ઓટોમોબાઇલના ક્ષેત્રે એક વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરી છે. આ હાઇબ્રિડ કહી શકાય તેવી મોટર સાઇકલની વિશેષતા એ છે કે, એકવાર ચાર્જ કર્યા પછીએ બાઇક 70થી 80 કિ.મી.ની ઝડપે ચાલે છે. મહત્તમ સ્પિડ પણ 70 કિ.મી. જેટલી આપી શકે છે. જે અન્ય સામાન્ય ઇલેક્ટ્રીક કાર અને બાઈકમાં માત્ર 40 કિ.મી.ની ઝડપ જેવી જ હોય છે.

ઉત્તર ગુજરાતના આ ગુજ્જુ યુવાને બનાવ્યું બેટરીથી ચાલતુ અદભૂત બાઇક

તેજસ દવે/મહેસાણા: ઉત્તર ગુજરાતની એક ખાનગી યુનિવર્સીટી ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ઇલેક્ટ્રીસિટિથી ચાલતી એડવાન્સ ટેકનોલોજીવાળી બાઇક બનાવીને ઓટોમોબાઇલના ક્ષેત્રે એક વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરી છે. આ હાઇબ્રિડ કહી શકાય તેવી મોટર સાઇકલની વિશેષતા એ છે કે, એકવાર ચાર્જ કર્યા પછીએ બાઇક 70થી 80 કિ.મી.ની ઝડપે ચાલે છે. મહત્તમ સ્પિડ પણ 70 કિ.મી. જેટલી આપી શકે છે. જે અન્ય સામાન્ય ઇલેક્ટ્રીક કાર અને બાઈકમાં માત્ર 40 કિ.મી.ની ઝડપ જેવી જ હોય છે. 

માત્ર 35 હજારમાં તૈયાર થયુ ઇલેક્ટ્રીક બાઇક 
એકવાર બેટરી ચાર્જ કર્યા પછી પણ બાઇક ચાલીસ કિ.મી. જેટલું જ ચાલી શક્તી હોય છે. જ્યારે આ બાઈકનું નામ પવનપુત્ર હનુમાનજી મહારાજના નામ અર્ક પરથી અર્ક બાઈક રાખવામા આવ્યું છે. જેને બનાવવા માટે અંદાજિત 35 હાજરનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપનો માસ્ટર પ્લાન, આવી છે ‘રણનીતિ’

આ બાઇકથી નથી થતું પ્રદુષણ 
મહેસાણાની ખાનગી યુનિવર્સીટી ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ઇલેક્ટ્રીસિટિથી ચાલતી એડવાન્સ બાઈકનું નિર્માણ કર્યુ છે. આ બાઈકનો કલર ગ્રીન રાખવામાં આવ્યો છે. કેમ કે આ બાઈકએ ઇકો ફ્રેન્ડલી છે. જેમાં પ્રદુષણ ઓછું અને સ્પીડ વધુ છે આ બાઈકને જુનામાં લઇને તેને મોડીફાઇડ કરવામાં આવ્યું છે. આ બાઈકએ પેટ્રોલ અને બેટરીથી ચલાવી શકાય છે. એકવાર પેટ્રોલ પતિ જાય તો આ બાઈકને બેટરી થકી બીજા 70 કિલો મિટર ચલાવી શકાય છે.

માર્કશીટ કૌભાંડ: 20 હજાર રૂપિયાની ફી ભરીને મળતી યુનિવર્સીટીની ‘નકલી માર્કશીટ’

માત્ર 2 માસના સમયમાં બન્યું ઇલેક્ટ્રિક બાઇક 
આ બાઈકનું નામ વિદ્યાર્થી અને શિક્ષકોએ ભેગા મળીને અર્ક બાઈક નામ આપવામાં આવ્યું છે. અર્ક નામ ઉપનિષદમાં ભગવાન રામના ભક્ત હનુમાનજી મહારાજનું છે. જેને બનાવવા માટે 2 માસનો સમય લાગ્યો છે. અને તે 35 હજારમાં તૈયાર કરવામાં આવ્યું છે. જે બાઈકમાં બેટરી ખાસ નાખવામાં આવી છે. જે ચાર કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે. બાઇકની એક કિ.મી. ચલાવવાનો ખર્ચ અંદાજિત માત્ર 10 પૈસા જેટલી નીચી આવે છે. અને માત્ર બે જ યુનિટ વીજળીનો એમાં વપરાશ થાય છે. એવું હાઇબ્રિડ બાઇક,જે પેટ્રોલ અને બેટરી-ઇલેક્ટ્રીસિટિ બંનેનો ઇંધણ તરીકે ઉપયોગ કરી ચલાવી શકાય.

electrick-Bike.jpg

પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારો છે અને ફ્યુલના ઇંધણથી પ્રદુષણ આજે ગરમી આપી રહ્યું છે. ઓજનમાં ગરમીના પ્રમાણના વધારા થકી આજે લોકોને ઘરની બહાર નીકળી શકતા નથી. અને આજે જેતે જગ્યા પર જવા માટેનો ખર્ચ પણ વધી રહ્યો છે. એક ઈલેટ્રોનિક બાઈક બનાવવાનો ખર્ચ રૂપિયા 75થી 80 હજાર આવે છે. પરંતુ જો મોટી સંખ્યામાં તેનું વ્યાપારી ધોરણે આવી બાઈકનું ઉત્પાદન હાથ ધરવામાં આવે તો આજે આ બાઈકનું કોસ્ટીંન્ગ 35 હાજર કરતા પણ નીચે આવી શકે છે.

હનામાનજીના નામે આપ્યું બાઇકનું નામ 
ઓટોમોબાઇલ એન્જિનિયરીંગના ડિપ્લોમાના આ વિદ્યાર્થી ત્રિપુટી વિવેક પંચાલ,કરણ રાજપૂરા,અનિકેત પટેલ,ત્રિપુટી સહિતના વિદ્યાર્થીનોએ આમ બે માસના સમયમાં અભ્યાસ-સંશોધન દ્વારા આવનારા સમયમાં ઓટોમોબાઇલ એન્જિનીયરીંગ ક્ષેત્રની આંતર યુનિવર્સિટીની સ્પર્ધાઓમાં આ હાઇબ્રિડ કહી શકાય તેવા અર્ક બાઈક ને સારા ઇંધણક્ષય મોડેલ તરીકે વિકસાવીને રજુ કરીને હજુ તેજ માઈલેજ અને શક્તિ સાથે ભગવાન હનુમાનજીના નામ સાથે સમકક્ષ બનાવીને મુકવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news