વંદે ભારત મિશન: સંયુક્ત આરબ અમીરાતથી 2 ફ્લાઈટ દ્વારા 363 ભારતીયો કેરળ પહોંચ્યા

કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન છે. લોકોને જ્યાં છે ત્યાં જ રોકી દેવાયા છે. દુનિયાભરમાં લોકડાઉનના કારણે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ઘરવાપસી અભિયાન ચાલુ થઈ ગયુ છે. ગુરુવારે બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સથી ભારતના 363 નાગરિકો કેરળ પહોંચ્યા. દુબઈથી આવેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને બીજી ફ્લાઈટ કોચિન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી. ભારત સરકાર વંદે ભારત મિશન હેઠળ ભારતીયોને પાછા લાવવાનું કામ કરી રહી છે.
વંદે ભારત મિશન: સંયુક્ત આરબ અમીરાતથી 2 ફ્લાઈટ દ્વારા 363 ભારતીયો કેરળ પહોંચ્યા

કોચ્ચિ: કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન છે. લોકોને જ્યાં છે ત્યાં જ રોકી દેવાયા છે. દુનિયાભરમાં લોકડાઉનના કારણે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ઘરવાપસી અભિયાન ચાલુ થઈ ગયુ છે. ગુરુવારે બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સથી ભારતના 363 નાગરિકો કેરળ પહોંચ્યા. દુબઈથી આવેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને બીજી ફ્લાઈટ કોચિન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી. ભારત સરકાર વંદે ભારત મિશન હેઠળ ભારતીયોને પાછા લાવવાનું કામ કરી રહી છે.

કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલી ફ્લાઈટ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી આવી. એર ઈન્ડિયા એક્સપ્રેસની આ ફ્લાઈટમાં 177 ભારતીય નાગરિકો સવાર હતાં. એરપોર્ટ પર ઉતર્યા બાદ આ તમામ લોકોનું સક્રિનિંગ કરાયું. હવે તમામને 14 દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. ભારત સરકાર તરફથી હજુ પણ અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે આવી જ રીતે ફ્લાઈટ્સની વ્યવસ્થા થઈ રહી છે. 

— ANI (@ANI) May 7, 2020

કોચિન એરપોર્ટ પર જે 181 ભારતીય નાગરિકો ઉતર્યા છે તેમાથી પાંચ લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. આ તમામને જિલ્લા હોસ્પિટલ અલુવાના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. આ ઉપરાંત એક મુસાફરને કેટલીક શારીરિક પરેશાની હતી જેના કારણે તેને એર્નાકુલ જિલ્લા પ્રશાસન તરફતી શોર્ટ સ્ટે  ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યો છે. 

પહેલા દિવસે પાછા ફર્યા 363 ભારતીય નાગરિકો
વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની પહેલી ફ્લાઈટ કોચિન એરપોર્ટ પર પહોંચી. આ ફ્લાઈટ અબુધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટથી આવી હતી. અબુધાબીથી કોચિન આવેલી ફ્લાઈટમાં 177 મુસાફરો અને ચાર નવજાત હતાં. જ્યારે દુબઈથી કોઝિકોડ આવેલી ફ્લાઈટમાં કુલ 177 મુસાફરો અને પાંચ નવજાત હતાં. 

— ANI (@ANI) May 7, 2020

એર ઈન્ડિયા એક્સપ્રેસના એક પ્રવક્તાએ જણાવ્યું કે ચાર નવજાત શિશુઓ અને 177 મુસાફરોને લઈને પહેલુ વિમાન રાતે 10.9 વાગે કોચિન એરપોર્ટ પર ઉતર્યું. તેમણે કહ્યું કે પાંચ શિશુઓ અને 177 મુસાફરોને લઈને બીજુ વિમાન 10.45 વાગે દુબઈથી કોઝિકોડ પહોંચ્યું. 

વિદેશથી આવેલા લોકો 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેશે
કેરળ સરકારના એક અધિકારીએ જણાવ્યું કે વિદેશથી પાછા ફરેલા લોકોને સંબંધિત જિલ્લાઓમાં પ્રશાસન તરફથી તૈયાર કરાયેલા ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે. ક્વોરન્ટાઈનનો સમય પૂરો થયા બાદ તેઓ પોતાના ઘરે જઈ શકશે. હજુ અન્ય દેશોમાંથી પણ નાગરિકોને લાવવામાં આવશે અને તેમને સંબંધિત રાજ્યો અને જિલ્લાઓમાં ક્વોરન્ટાઈન કરવામાં આવશે. 

— ANI (@ANI) May 7, 2020

આગામી એક અઠવાડિયા સુધી 64 સ્પેશિયલ ફ્લાઈટ્સ દ્વારા દેશના 14800 લોકોને દુનિયાભરના અલગ અલગ દેશોમાથી પાછા લાવવામાં આવશે. જેમાંથી 1900 લોકો ફક્ત મુંબઈ જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે વિદેશથી આવતા લોકોએ 14 દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. જો કે આ લોકોને પ્રાઈવેટ હોટલો, અને ભાડાના રૂમમાં પણ રહેવાની છૂટ અપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news