સરદાર પટેલે 630 રજવાડાનો વિલય કર્યો, J&K બાકી રહી ગયું હતું તેને મોદીએ પૂરું કર્યું: શાહ

ગૃહ મંત્રી અમિત શાહે આજે હૈદરાબાદમાં આઈપીએસ અધિકારીઓની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો. આ  કાર્યક્રમ હૈદરાબાદના નેશનલ પોલીસ એકેડેમીમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

સરદાર પટેલે 630 રજવાડાનો વિલય કર્યો, J&K બાકી રહી ગયું હતું તેને મોદીએ પૂરું કર્યું: શાહ

હૈદરાબાદ: ગૃહ મંત્રી અમિત શાહે આજે હૈદરાબાદમાં આઈપીએસ અધિકારીઓની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો. આ  કાર્યક્રમ હૈદરાબાદના નેશનલ પોલીસ એકેડેમીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પોતાના સંબોધન દરમિયાન શાહે કહ્યું કે સરદાર પટેલે 630 રજવાડાઓનો વિલય કર્યો, જમ્મુ અને કાશ્મીર છૂટી ગયું હતું તેને પીએમ મોદીએ પૂરું કર્યું. 

શાહે પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે 'સરદાર પટેલજીને આજે હું વિનમ્ર શ્રદ્ધાંજલિ આપું છું. તેમણે જે 630 રજવાડાઓને જોડવાનું કામ કર્યું હતું તેમાં એક અંતિમ બિન્દુ છૂટી ગયું હતું, જમ્મુ અને કાશ્મીરનું સંપૂર્ણ વિલીનીકરણ. કલમ 370 હતી એટલી જમ્મુ કાશ્મીરનું સંપૂર્ણ વિલીનીકરણ ભારતીય સંઘ સાથે ન હતું થયું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કલમ 370ને ભારતીય સંસદે સમાપ્ત કરીને જમ્મુ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું છે.'

શાહે આઈપીએસ અધિકારીઓની પાસિંગ આઉટ પરેડને સંબોધન કરતા કહ્યું કે "આપણા બંધારણમાં પ્રશાસનને  બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એકમાં ચૂંટાયેલા પ્રતિનિધિ સંસદ અને રાજ્યોના વિધાનમંડળોની અંદર નીતિઓ, કાયદાનું નિર્માણ કરે છે. બીજામાં ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ તેમને નીચે સુધી પહોંચાડવાનું કામ કરે છે. આજે જે પણ અધિકારી અહીંથી જે પણ રાજ્યમાં જશે તે ત્યાં પૂરી પ્રમાણિકતાથી કાર્ય કરશે. આગળ આવનારા દિવસોમાં આકરો પરિશ્રમ કરવો પડશે અને અનેક પરીક્ષાઓ આપવી પડશે. મનમાં દ્રઢ કરવું પડશે અને મનને યોગ્ય રસ્તે જ ચલાવવું પડશે."

જુઓ LIVE TV

શાહે કહ્યું કે "હું તમામ પ્રોબેશનરી અધિકારીઓને ભારતીય પોલીસ સેવા અને નેપાળ તથા રોયર ભૂટાન પોલીસ સેવાની અંદર તમારો પ્રવેશ  થવા જઈ રહ્યો છે તે માટે તમને ખુબ શુભકામનાઓ પાઠવું છું. સમૃદ્ધ, શિક્ષિત અને સુરક્ષિત ભારત આપણું લક્ષ્ય હોવું જોઈએ. એક વ્યક્તિનું સુખ આપણું લક્ષ્ય હોવું જોઈએ નહીં. તમારું કામ આજથી જ શરૂ થયું છે અને તે મહત્વપૂર્ણ પડાવ છે."

ગૃહ મંત્રીએ કહ્યું કે "એક સામાન્ય પરિવારમાંથી ઓફિસર બનવાનું લક્ષ્ય ન હોઈ શકે. આપણું લક્ષ્ય દેશને દુનિયાના તે ગૌરવશાળી સ્થાન પર પહોંચાડવાનું હોઈ શકે છે. દશને ગૌરવશાળી સ્થાન પર પહોંચાડવા માટે તમારું અમુલ્ય યોગદાન ખુબ જરૂરી છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news