AN-32 વિમાન ક્રેશઃ વાયુસેનાના તમામ મૃત જવાનોના અવશેષોને આજે જોરહાટ એરબેઝ લઈ જવાશે

ભારતીય વાયુસેના દ્વારા આ દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બેસાડવામાં આવી છે, શુક્રવારે વાયુસેનાની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાંથી વિમાનનું બ્લેકબોક્સ અને દુર્ઘટનામાં માર્યા ગયેલા 13 લોકોનાં અવશેષો એક્ઠા કર્યા હતા 
 

AN-32 વિમાન ક્રેશઃ વાયુસેનાના તમામ મૃત જવાનોના અવશેષોને આજે જોરહાટ એરબેઝ લઈ જવાશે

નવી દિલ્હી/ઈટાનગરઃ અરૂણાચલ પ્રદેશમાં 3 જુનના રોજ તુટી પડેલા ભારતીય વાયુસેનાના વિમાન AN-32માં સવાર તમામ 13 લોકોનાં અવશેષોને શુક્રવારે આસામના જોરહાટ એરબેઝ ખાતે લઈ જવામાં આવશે. વાયુસેનાએ જણાવ્યું કે, મૃતકોના અવશેષોને જોરહાટ એરબેઝ સુધી પહોંચાડવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે વાયુસેનાની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે AN-32 વિમાનનું બ્લેક બોક્સ અને કોકપીટ વોઈસ રેકોર્ડર પણ શોધી કાઢ્યું હતું. આ સાથે જ દુર્ઘટનાસ્થળેથી આ વિમાનમાં સવાર તમામ 13 લોકોનાં મૃતદેહના અવશેષોને પણ એક્ઠા કર્યા હતા. બ્લેક બોક્સ મળી જતાં આ દુર્ઘટના કેવી રીતે ઘટી તેનું સાચું કારણ જાણવા મળી શકે છે. 

— Indian Air Force (@IAF_MCC) June 13, 2019

આ દરમિયાન વાયુસેના દ્વારા આ દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરી બેસાડવામાં આવી છે. આ દુર્ઘટનામાં વાયુસેનાના જે કર્મચારીનાં મોત થયા છે તેમની ઓળખ વાયુસેના જાહેર કરવામાં આવી છે. જેમાં વિંગ કમાન્ડર જી.એમ. ચાર્લ્સ, સ્કવાર્ડન લીડર એચ. વિનોદ, ફ્લાઈટ લેફ્ટનન્ટ એમ.કે. ગર્ગ, ફ્લાઈટ લેફ્ટનન્ટ એસ. મોહંતી, ફ્લાઈટ લેફ્ટનન્ટ આશીષ તંવર, ફ્લાઈટ લેફ્ટનન્ટ આર. થાપા, વોરન્ટ ઓફિસર કે.કે. મિશ્રા, સાર્જન્ટ અનુપ કુમાર, કોરપોરલ શરીન, લીડીંગ એરક્રાફ્ટમેન એસ.કે. સિંઘ, લીડીંગ એરક્રાફ્ટમેન પંકજ, એનસી(ઈ) પુતાલી અને એસી(ઈ) રાજેશ કુમારનો સમાવેશ થાય છે. 

લાપતા AN-32 વિમાન દુર્ઘટનામાં કોઈ જીવીત મળ્યું નથી, તમામ 13નાં મોતઃ વાયુસેના

આ વિમાનનો કાટમાળ અરૂણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગ જિલ્લાના લિપોથી ઉત્તરમાં 16 કિમી દૂર 12,000 ફૂટની ઊંચાઈએ મળ્યા હતા. વાયુસેનાએ જણાવ્યું કે, દુર્ઘટનાસ્થળથી 2 કિમી દૂર એક સ્થળ શોધવામાં આવ્યું છે જ્યાં એક કેમ્પ સ્થાપવામાં આવશે, જેથી હેલિકોપ્ટરોનું ત્યાં ઉતરાણ કરી શકે. 

આ દરમિયાન અરૂણાચલ પ્રદેશના ગવર્નર, બ્રેગિડિયર બી.ડી. મિશ્રા (નિવૃત્ત), મુખ્યમંત્રી પેમા ખાંડુ અને અન્ય રાજકીય નેતાઓએ દુર્ઘટનામાં મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news