અયોધ્યાઃ મુસ્લિમ પક્ષે પણ સુપ્રીમમાં સીલબંધ કવરમાં આપ્યું 'મોલ્ડિંગ ઓફ રિલીફ'

મુસ્લિમ પક્ષે લેખિત જવામાં અંતિમ નિર્ણય કોર્ટ પર છોડતા આશા વ્યક્ત કરી છે કે, કોર્ટ આ દેશના વિવિધ ધર્મો/સંસ્કૃતિઓના વારસાને ધ્યાનમાં રાખીને પોતાનો ચૂકાદો આપે. એ પણ ધ્યાનમાં રાખે કે, આગામી પેઢીઓ આ ચૂકાદાને કઈ નજરે જોશે. 
 
અયોધ્યાઃ મુસ્લિમ પક્ષે પણ સુપ્રીમમાં સીલબંધ કવરમાં આપ્યું 'મોલ્ડિંગ ઓફ રિલીફ'

નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારોના વકીલે મુખ્ય ન્યાયધિશ રંજન ગોગોને માહિતી આપી હતી કે તેમણે મોલ્ડિંગ ઓફ રિલીફ સીલબંધ કવરમાં ફાઈલ કરી દીધું છે અને બધા પક્ષોને પણ આપી દીધું છે. મુસ્લિમ પક્ષકારોના વકીલ એજાઝ મકબુલે જણાવ્યું કે, અનેક પક્ષોએ સીલબંધ કવર સામે વાંધો ઉઠાવ્યો હતો, એટલે અમે તમામ પાર્ટીને પણ તેની નકલ મોકલી આપી છે અને કોર્ટ ઈચ્છે તો તેને રેકોર્ડ પર લઈ શકે છે. 

મુસ્લિમ પક્ષે લેખિત જવામાં અંતિમ નિર્ણય કોર્ટ પર છોડતા આશા વ્યક્ત કરી છે કે, કોર્ટ આ દેશના વિવિધ ધર્મો/સંસ્કૃતિઓના વારસાને ધ્યાનમાં રાખીને પોતાનો ચૂકાદો આપે. એ પણ ધ્યાનમાં રાખે કે, આગામી પેઢીઓ આ ચૂકાદાને કઈ નજરે જોશે. 

સીલબંધ કવરમાં મોલ્ટિંગ ઓફ રિલીફ આપવા બાબતે હિન્દુ પક્ષના વિરોધ પછી મુસ્લિમ પક્ષે પોતાની નોટ જાહેર કરી દીધી હતી. મુસ્લિમ પક્ષે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ જાતે જ નક્કી કરે કે કોને કેટલી રાહત આપવાની છે. કોર્ટે આમ કરતા સમયે બંધારણીય મૂલ્યોને ધ્યાનામાં રાખવા જોઈએ. દેશની રાજનીતિ અને ભવિષ્ય પર થનારી અસરને જોઈને ચૂકાદો આપવો જોઈએ. 

શું હોય છે 'મોલ્ડિંગ ઓફ રિલીફ'?
મોલ્ડિંગ ઓફ રિલીફનો અર્થ એવો થાય છે કે, કોર્ટને એવું કહેવું કે જો અમારા પ્રથમ દાવાને સ્વીકારી શકાય એમ નથી તો નવા દાવા પર વિચાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચૂકાદો અનામત રાખતા સમયે તમામ પક્ષકારોને 'મોલ્ડિંગ ઓફ રિલીભ' અંગે ત્રણ દિવસમાં લેખિતમાં જવાબ આપવા જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શનિવારે અયોધ્યા કેસના તમામ પક્ષોએ પોત-પોતાનો મોલ્ડિંગ ઓફ રીલફ કોર્ટમાં રજુ કરી દીધો હતો. હવે, સુપ્રીમ કોર્ટ આગામી નવેમ્બર મહિનામાં ચૂકાદો આપે તેવી શક્યતા છે. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news