મધ્ય પ્રદેશ: અર્જૂન આર્યએ છોડી સપાની ટિકિટ, કહ્યું- શિવરાજની સામે કોંગ્રેસમાંથી લડીશ

અખિલેશે કહ્યું હતું કે જો કોંગ્રેસના આ મામલે હાથ હશે તો તેમને વિચારવાની જરૂર છે કેમકે કોંગ્રેસની આ હરકતોના કારણે બીએસપી તેમનાથી દૂર થઇ ગઇ છે

મધ્ય પ્રદેશ: અર્જૂન આર્યએ છોડી સપાની ટિકિટ, કહ્યું- શિવરાજની સામે કોંગ્રેસમાંથી લડીશ

ભોપાલ: બુધનીમાં સમાજવાદી પાર્ટીની તરફથી ઉમેદવાર બનાવવામાં આવેલા અર્જૂન આર્યએ સમાજવાદી પાર્ટીમાંથી ટિકિટ લેવાની ના પાડી દીધી છે અને કહ્યું કે કોંગ્રેસ જો ટીકિટ આપશે તો તેઓ ત્યાંથી જ ચૂંટણી લડશે. સપાએ મધ્યપ્રદેશમાં 6 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં બુધનીથી સપાના ઉમેદવાર અર્જૂન આર્યએ સપાની ટીકિટ પરત આપી દીધી હતી. આ મામલે અખિલેશ યાદવે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. અખિલેશે કહ્યું હતું કે જો કોંગ્રેસના આ મામલે હાથ હશે તો તેમને વિચારવાની જરૂર છે કેમકે કોંગ્રેસની આ હરકતોના કારણે બીએસપી તેમનાથી દૂર થઇ ગઇ છે.

હાલમાં બુધનીથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બીજેપીના ધારાસભ્ય છે. પ્રદેશમાં 28 નવેમ્બરથી વિધાનસભા ચૂંટણી શરૂ થવાની છે. આર્યએ પ્રદેશમાં બીજેપીને સત્તા પરથી હટાવવા માટે કોંગ્રેસને મજબૂત વિકલ્પ જણાવતાં ટૂક સમયમાં કોંગ્રેસમાં શામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આર્યએ કહ્યું હતું કે, ‘‘વર્તમાનમાં ખેડૂત વિરોધી બીજેપી સરકારને હટાવવાનો શક્તિશાળી વિકલ્પ પ્રદેશમાં કોંગ્રેસ જ છે. માટે હું આદર પૂર્વક સપાની ટીકિટ પરત આપી રહ્યો છું અને કોંગ્રેસને ટેકો આપવા તૈયાર છું.’’ તેમણે કહ્યું હતું કે, ‘‘મેં સપ્ટેમ્બર મહિનામાં શિવરાજ સરકરા સામે ઉપવાસ આંદોલન કર્યું હતું. તેના પર સરકારે કડક કાર્યવાહી કરી મને આંદોલનથી ઉઠાવી જેલમાં બંધ કરી દીધો હતો. ત્યાંથી ભોપાલ જેલમાં 18 સપ્ટેમ્બરે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સાથે મારી મુલાકાત થઇ હતી. ત્યારબાદ મને પ્રદેશમાંથી બીજેપીની સત્તા હટાવવા માટે મજબૂત વિકલ્પ તરીકે કોંગ્રેસ પાર્ટીને સમર્થ કરવાનું મન બનાવી લીધું હતું. ટુંક સમયમાં હું ઔપચારિક રીત કોંગ્રેસમાં શામેલ થઇ જઇશ.’’

ત્યારે, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોમવારે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસથી ટીકિટ ન મેળવનાર ઉમેદવારોને સપામાં આવવાનું આમંત્રણ આપ્યું છે. અખિલેશે ખજુરાહોમાં ટીકિટ ન મેળવનાર કોંગ્રેસ નેતા માટે સપાના દ્વાર ખુલ્લા હોવાનું આશ્વાસન આપતા કહ્યું હતું કે, ‘‘કોંગ્રેસે આ રીતે બસપાને નારાજ કર્યું. આ પાછળ (અર્જૂનનું સપામાંથી ટીકિટ પરત કરવા પર) કોંગ્રેસ નેતાનો હાથ છે. તો અમે સ્વાગત કરીએ છે તે બધા લોકોનો જે સમાજવાદી પાર્ટીથી ચૂંટણી લડવા માંગતા હોય. હું એમ નહીં કહું કે કોંગ્રેસે અમારા ઉમેદવારોને લાવ જોઇએ પરંતુ મને ખરાબ લાગશે જો હું આ કહીશ કે કોંગ્રેસના જે ઉમેદવારોને ટીકિટ નથી મળી તેઓ સપામાં શામેલ થઇ જાય.’’

યાદવે કહ્યું હતું કે યાદ રાખજો કે જ્યારે પણ કોંગ્રેસ પાર્ટી કમજોર થાય છે ત્યારે સૌથી નજીક અને સૌથી સારી પાર્ટી હોઇ શકે તો તે સમાજવાદી પાર્ટી છે. મધ્યપ્રદેશમાં સપાના બાકી ઉમેદવારોની જાહેરાતના સવાલ પર સપાના એક ઉમેદવારે ટીકિટ પરત કરવાનું વિચારતા સપા અધ્યક્ષે કહ્યું, ‘‘અત્યારે નહીં થાય ઉમેદવારોની જાહેરાત, અત્યારે માત્ર વાતચીત થશે. ઉમેદવારોની જાહેરાત બાદમાં થશે.’’ મધ્યપ્રદેશમાં ગઠબંધન નહીં થવાના સવાલ પર અખિલેશે તેનું કારણ કોંગ્રેસના માથે નાખતા કહ્યું હતું કે,‘‘ગઠબંધનની જવાબદારી કોંગ્રેસની હતી બધી પાર્ટીઓને સાથે લેવાની હતી.’’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news