સર્વિસ ચાર્જના નામે ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ કરી શકાય નહીં: રામવિલાસ પાસવાન
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગ્રાહક સુરક્ષા બિલ (સુધારો-2019)માં CCPAની રચના કરવામાં આવી છે. જેના કારણે તમામ ગ્રાહક અદાલત અને ફોરમનું નામ બદલીને હવે ગ્રાહક પંચ (Consumer Commission) થઈ જશે.
Trending Photos
નવી દિલ્હીઃ સર્વિસ ચાર્જના નામે ગ્રાહકો સાથે કરવામાં આવતી ઉઘાડી લૂંટ બાબતે સરકાર હવે કડક બની છે. ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, નવા ગ્રાહક સુરક્ષા બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે અને હવે તે કાયદો બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગ્રાહક સુરક્ષા બિલ (સુધારો-2019)માં CCPAની રચના કરવામાં આવી છે. જેના કારણે તમામ ગ્રાહક અદાલત અને ફોરમનું નામ બદલીને હવે ગ્રાહક પંચ (Consumer Commission) થઈ જશે. CCPAને સુઓ મોટો (Sio moto)નો અધિકાર પણ આપવામાં આવ્યો છે.
ખરીદ્યા વગર પણ ચીજવસ્તુઓ અંગે ફરિયાદ કરી શકાશે
અગાઉ CCPAમાં આ જોગવાઈ ન હતી. હવે CCPA દ્વારા ગ્રાહકને એ સત્તા મળી છે કે તેણે કોઈ સામાન ખરીદ્યો ન હોય, તેમ છતાં તેના અંગે તે ફરિયાદ કરી શકે છે. ઈન્વેસ્ટર વિંગમાં CCPAના અધિકારી પણ હશે અને તેમની સાથે જ તમામ ક્ષેત્રના પ્રતિનિધિ હશે.
દરેક સમસ્યાનો ઉકેલ લાવશે CCPA
મોટાભાગના ગ્રાહકો પાસે માહિતીનો અભાવ હોય છે. તેઓ એ જાણતા હોતા નથી કે ફરિયાદ ક્યાં કરવી. આ સમસ્યાને પણ CCPAની મદદથી દૂર કરી શકાશે. સાથે જ ન્યાયિક પ્રક્રિયાને પણ સરળ બનાવી શકાશે. હવે ગ્રાહકો ગમે ત્યાં ફરિયાદ કરી શકે છે. તેના માટે વકીલ રાખવાની પણ જરૂર નથી.
લાખો કેસ પડતર છે
ગ્રાહક અદાલતમાં લાખો કેસ પડતર છે. જેમ કે, જિલ્લા કક્ષાએ 3 લાખ 50 હજાર કેસ પડતર છે, જેનું મોટું કારણ ખાલી પડેલા પદ છે. જે સભ્ય કે ચેરમેને છે, તેમને ખાલી સ્થાન ભરવાનો આગ્રહ કરાઈ રહ્યો છે. ગ્રાહક નિયમોનો હેતુ ગ્રાહકોને ન્યાય અપાવાનો છે, નહીં કે કોર્ટના ચક્કર કપાવાનો.
મીડિયા અંગે પણ કડક જોગવાઈ
આ કાયદામાં મીડિયા (પ્રિન્ટ/ ઈલેક્ટ્રોનિક) અંગે પણ અનેક જોગવાઈ કરી છે. મીડિયાને કહેવાયું છે કે, જેટલું લખીને આપ્યું હોય તેટલો જ પ્રચાર કરવાનો છે કે દેખાડવાનું છે. સેલિબ્રિટિ જે બ્રાન્ડનો પ્રચાર કેર છે, તેમના માટે પણ કહેવાયું છે કે, જેટલું લખીને આપવામાં આવ્યું હોય એટલું જ બોલે. તેનાથી વધારે કંઈ કરવું નહીં. મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ માટે આજીવન કેદની પણ જોગવાઈ છે.
ઉત્પાદન તારીખ લખવી અનિવાર્ય
સેલિબ્રિટે જે બ્રાન્ડનો પ્રચાર કરે છે તેમના પર દંડની જોગવાઈ કરાઈ છે. સેલિબ્રિટી સામે માત્ર રૂ.10 લાખનો દંડ અને 1 વર્ષ સુધી પ્રચાર કરવા પર પ્રતિબંધની જોગવાઈ છે. આ બધું વર્તમાન કાયદામાં છે. નવા નિયમો આગામી ત્રણ મહિનામાં બનીને તૈયાર થઈ જશે.
ઉપભોક્તા બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે, દરેક પ્રોડક્ટ પર મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ હોવી અનિવાર્ય છે. વસ્તુની કિંમત પણ સ્પષ્ટ રીતે લખેલી હોવી જોઈએ.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે