છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 17,296 નવા દર્દીઓ, કુલ કેસનો આંકડો 4.90 લાખને પાર

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ મામલે જરાય રાહતના સમાચાર નથી. દેશમાં વાયરસના પોઝિટિવ કેસ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 17296 નવા કેસ નોંધાયા છે. આ આંકડો એક દિવસમાં આવેલા સૌથી વધુ પોઝિટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 17,296 નવા દર્દીઓ, કુલ કેસનો આંકડો 4.90 લાખને પાર

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ મામલે જરાય રાહતના સમાચાર નથી. દેશમાં વાયરસના પોઝિટિવ કેસ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 17296 નવા કેસ નોંધાયા છે. આ આંકડો એક દિવસમાં આવેલા સૌથી વધુ પોઝિટિવ કેસ છે.

આમ છતાં આ મુદ્દે મળી થોડી રાહત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં નવા 17296 નવા કેસ સામે આવ્યાં છે. પરંતુ આ સાથે વાયરસને માત આપનારાઓની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો થયો છે. મળતી માહિતી મુજબ હવે દેશમાં સાજા થનારા લોકોનો દર વધ્યો છે. સંક્રમિત લોકોમાંથી 58.24 ટકા લોકો હવે સાજા થવા લાગ્યા છે. આ રાહતની વાત છે. કારણ કે અઠવાડિયા પહેલા કોરોના વાયરસથી સાજા થનારા લોકોનો દર 50 ટકાની આસપાસ હતો. 

મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં એક દિવસમાં કોવિડ 19ના સૌથી વધુ 17296 નવા કેસ આવવાની સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા હવે 4,90,401 થયા છે. ચોવીસ કલાકની અંદર 407 લોકોએ જીવ ગુમાવ્યાં છે. હવે આ વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 15301 થઈ છે. 

જુઓ LIVE TV

આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે કે કોરોના વાયરસની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ રેમડેસિવીર અને ફિવિપિરાવિર મોટી સંખ્યામાં ખરીદી કરાશે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ગુરુવારે જણાવ્યું કે કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે આ દવાઓ ખરીદાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news