કોરોનાનો હાહાકાર, UPમાં 15 જિલ્લાના 104, દિલ્હીમાં 20 હોટસ્પોટને કરાયા સંપૂર્ણ સીલ

ઉત્તર પ્રદેશ સરકારે 15 જિલ્લાઓમાં હોટસ્પોટ તરીકે ઓળખ કરેલા કોરોના વાયરસ સંક્મણથી અત્યંત પ્રભાવિત 104 વિસ્તારોને 15 એપ્રિલ સુધી ચુસ્ત સીલ કરી દીધા છે. આ આદેશ મધરાતથી લાગુ થઈ ગયો. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 343 દર્દીઓ છે.  જ્યારે દિલ્હીમાં બુધવારે કોરોનાના 93 નવા કેસ સામે આવ્યાં અને દર્દીઓની સંખ્યા 669 થઈ. અધિકારીઓએ કહ્યું કે તેમાંથી 426 કેસ નિઝામુદ્દીન વિસ્તારમાં થેયલા તબલિગી જમાતના ધાર્મિક કાર્યક્રમ સંબંધિત છે. દિલ્હીના 20 કોરોના હોટસ્પોટ વિસ્તારો સીલ કરાયા છે. 

કોરોનાનો હાહાકાર, UPમાં 15 જિલ્લાના 104, દિલ્હીમાં 20 હોટસ્પોટને કરાયા સંપૂર્ણ સીલ

નવી દિલ્હી/લખનઉ: ઉત્તર પ્રદેશ સરકારે 15 જિલ્લાઓમાં હોટસ્પોટ તરીકે ઓળખ કરેલા કોરોના વાયરસ સંક્મણથી અત્યંત પ્રભાવિત 104 વિસ્તારોને 15 એપ્રિલ સુધી ચુસ્ત સીલ કરી દીધા છે. આ આદેશ મધરાતથી લાગુ થઈ ગયો. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 343 દર્દીઓ છે.  જ્યારે દિલ્હીમાં બુધવારે કોરોનાના 93 નવા કેસ સામે આવ્યાં અને દર્દીઓની સંખ્યા 669 થઈ. અધિકારીઓએ કહ્યું કે તેમાંથી 426 કેસ નિઝામુદ્દીન વિસ્તારમાં થેયલા તબલિગી જમાતના ધાર્મિક કાર્યક્રમ સંબંધિત છે. દિલ્હીના 20 કોરોના હોટસ્પોટ વિસ્તારો સીલ કરાયા છે. 

યુપીના અપર મુખ્ય સચિવ ગૃહ અને સૂચના અવનીશકુમાર અવસ્થીએ કહ્યું કે સંબંધિત જિલ્લાધિકારીઓ અને પોલીસ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારાી થયેલી વાતચીતના આધારે આ હોટસ્પોટની ઓળખ કરાઈ છે. આ જગ્યાઓ પર ફક્ત હોમ ડિલિવરીની મંજૂરી રહેશે. તેમણે કહ્યું કે રાજ્યના અન્ય વિસ્તારોમાં લોકડાઉન ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ફક્ત હોટસ્પોટને સીલ કરાયા છે સમગ્ર જિલ્લાને નહીં. આ 104 હોટસ્પોટ અંગે વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે. 

આગરાના હોટસ્પોટ વિસ્તારો
આગરામાં 22 વિસ્તારોને સીલ કરાયા છે. 22 હોટસ્પોટની ઓળખ થઈ છે જ્યાં કર્ફ્યૂની જેમ લોકડાઉનનું પાલન થશે. 

1. સાર્થક હોસ્પિટલ, કમલાનગર, ન્યુ આગરા પોલીસ સ્ટેશન હદ
2. એમિનેન્ટ એપાર્ટમેન્ટ, ન્યુઆગરા પોલીસ સ્ટેશન
3. મોહનપુરા (રાવલી), રકાબગંજ પોલીસ સ્ટેશન
4. એસ. આર હોસ્પિટલ, નામનેર, રકાબગંજ પોલીસ સ્ટેશન
5. કૃષ્ણા વિહાર, જીવની મંડી, છત્તા પોલીસ સ્ટેશન
6. અલ્લાહ મસ્જિદ, આઝમપાડા, રામનગર, શાહગંજ પોલીસ સ્ટેશન
7. રંગરેઝાન મસ્જિદ, મંટોલા, પોલીસ સ્ટેશન મંટોલા
8. બિલાલ મસ્જિદ, ગામ મગતઈ, બિચપુરી પોલીસ સ્ટેશન જગદીશપુરા
9 મરકઝ મસ્જિદ, હીંગની મંડી
10. બડી મસ્જિદ, તોપખાના
11. ટેન્ટવાલી મસ્જિદ, વઝીરપુરા
12. મદીના મસ્જિદ, ગઢૈય્યા
13, છોટી મસ્જિદ, સાબુન કટરા, એસએનએમસી
14, સીતાનગર, રામબાગ, એત્માઉદ્દૌલા
15, ચરસ ગેટ, એસએનએમસી
16. કિશોરપુરા
17. ચોગરા તેહરા
18. સુભાષ નગર પોલીસ સ્ટેશન શાહગંજ
19 સુભાષનગર પોલીસ સ્ટેશન ન્યુ આગરા
20 ગામ હસનપુર
21, થાના કોટવાલી
22. વસંતવિહાર, ન્યુઆગરા પોલીસ સ્ટેશન

ગાઝિયાબાદમાં આ વિસ્તારોને કરાયા સીલ
1. નંદગ્રામ મસ્જિદ નજીક
2. ઝેવિયર સોસાયટી, મોહનનગર
3. પસોન્ડા
4. વસુંધરા સેક્ટર 2બી
5. ઓક્સીહોમ, ભોપુરા
6. નાઈપુરા લોની
7. મસૂરી
8. કૌશાંબી સ્થિત ગિરનાર સોસાયટી
9. વૈશાલી સેક્ટર 6
10. કેડીપી સોસાઈટી, રાજનગર એક્સટેન્શન
11. બી-77થી જી-5 શાલીમાર એક્સટેન્શન ટુ
12. ખાટુ શ્યામ કોરોની દુહાઈ
13. શિપ્રા એપાર્ટમેન્ટ

ગૌતમબુદ્ધ નગરમાં 22 વિસ્તારો કરાયા સીલ 

1. સેક્ટર 41 નોઈડા
2. હાઈડ પાર્ક સેક્ટર 78, કેપ ટાઉન સેક્ટર 74
3. લોટસ બ્લ્યુ વર્ડ સેક્ટર 100
4. અલ્ફા 1 ગ્રેટર નોઈડા
5. નિરાલા ગ્રીન શાયર સેક્ટર 2, પતવાડી ગામ
6. પારસ ટેરા સોસાઈટી, લેગિઝ બલુસમ કાઉન્ટી, વાઝિદપુર ગામ સેક્ટર 137,
7, એટીએસ ડોલ્સ ઝીટા 1 ગ્રેટર નોઈડા
8. એસ ગોલ્ફ સાયર સેક્ટર 150
9. સેક્ટર 27 અને સેક્ટર 28
10. ઓમિક્રોન 3 સેક્ટર 3 ગ્રેટર નોઈડા
11. મહેક રેસીડેન્સી અચ્છેઝા
12. જેપી વિશ ટાઉન 128
13. સેક્ટર 44
14. ગ્રામ વિશ્નોઈ
15. સેક્ટર 37
16. ગામ ધોડી બછેડા
17. સ્ટેલર એમઆઈ ઓમિક્રોન 3
18. પાલ્મ ઓલંપિયા ગૌર સિટી 2 નોઈડા વેસ્ટ સેક્ટર 16
19. સેક્ટર 22 ચૌડા ગામ
20. ગ્રાન્ડ ઓમેક્સ સેક્ટર 93 બી
21. સેક્ટર 5 અને સેક્ટર 8 જેજે કોલોની
22. ડિઝાઈનર પાર્ક સેક્ટર 62

કાનપુરના આ વિસ્તારો સીલ
1. હલીમ મુસ્લિમ સ્કૂલ ચમનગંજ
2. હુમાયુ મસ્જિદ, કર્નલગંજ
3. હાજી ઈનાયત મસ્જિદ કુલી બજાર
4. શેખ લાલમન મસ્જિદ કુલીબજાર
5. હાતાવાલી મસ્જિદ કુલીબજાર
6. ખૈર મસ્જિદ મછરિયા નૌબસ્તા
7. નસીમાબાદ મસ્જિદ મછરિયા
8. મદરેસા હિદાયત ઉલ્લાહ મછરિયા
9. સૂફા મસ્જિદ બાબુપુરવા
10. બિલાલ મસ્જિદ મુંશીપુરવા, બાબુપુરવા
11. કાઝિયાની મસ્જિદ ઘાટમપુર
12. મહમાનિયા મસ્જિદ ઘાટમપુર
13. બડી મસ્જિદ બરીપાલ સજેતી

વારાણસીના આ વિસ્તારો થયા સીલ
વારાણસીમાં ચાર વિસ્તારો બજરડીહા, મદનપુરા, લોહતા, અને ગંગાપુર વિસ્તારો પહેલેથી સીલ છે.
ગંગાપુરથી 3 કોરોના પોઝિટિવ મળ્યા જેમાંથી એકનું મોત
લોહતાથી એક પોઝિટિવ કેસ
બજરડીહામાં એક કોરોના પોઝિટિવ મહિલાનો કેસ
મદનપુરામાં 2 જમાતી કોરોના પોઝિટિવ
વારાણસીમાં કુલ 9 કોરોના પોઝિટિવની પુષ્ટિ થઈ છે. 2 દર્દીઓ ઠીક થયા છે. સુરક્ષા કારણોસર ચાર વિસ્તાર સંપૂર્ણ સીલ કરાયા છે. 

શામલીના આ વિસ્તારો સીલ
1. ઈસ્લામપુર ભૈસાની
2. નાનુપુરા
3. કસ્બા ઝિઝાના

બરેલીમાં એક માત્ર સુભાષનગર જ હોટસ્પોટ છે. જેના કારણે સુભાષનગરને સંપૂર્ણ સીલ કરાયો છે. 

બુલંદ શહેર
જિલ્લા પ્રશાસને જનપદને સીલ કરવાના દાવા ફગાવ્યાં છે. બુલંદશહેરના એ ત્રણ વિસ્તારો સીલ કરાશે જ્યાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાં રુકનાસરાય, વીરખેડા ગામ, જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનની હદના મોહમલ્લા લોધ રાજપૂતા, મોહલ્લા બંશીધર, મોહલ્લા અઁસરિયા અને મોહલ્લા આંહાંગરણ સીલ કરાયા છે. 

ફિરોઝાબાદ
યુપીના ફિરોઝાબાદમાં હોટસ્પોટ ગણાતા ત્રણ વિસ્તારો સીલ કરાયા છે જેમાં શીશગ્રાન મોહલ્લા, મોતી મસ્જિદ વિસ્તાર, દુર્ગેશનગર સામેલ છે. 

મહારાજાગંજ

1. બડહરા ઈન્દ્રદત્ત
2. કમ્હરિયા ખુર્દ
3. બિશનપુર કુર્થિયા
4. બિશનપુર ફૂલવરિયા

સીતાપુર
ખૈરાબાદ કસ્બાને હોટ સ્પોટ ગણાયુ છે. સમગ્ર વિસ્તારને સીલ કરાયો છે. કોરોના પોઝિટિવના 10 દર્દીઓ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખેરાબાદમાં દાખલ છે. 

લખનઉ
લખનઉના 8 વિસ્તારો મોટા અને 4 નાના હોટસ્પોટ મળ્યા છે જે સંપૂર્ણ રીતે સીલ કરાયા છે.
1. ડોક્ટર નાઝિયાના ઘર પાસેનો વિસ્તાર વિજયખંડ
2. કૈફ અલી આબ્દીના ઘર પાસેનો વિસ્તાર ઈન્દિરાનગર
3. ડોક્ટર તૌસીફ હૈદરના ઘર પાસેનો વિસ્તાર અલીના એંકલેવ ખુર્રમ નગર
4. યશ ઠાકુરના ઘર પાસેનો વિસ્તાર વિશાલખંડ આંશિક રીતે સીલ
5. મસ્જિદ અલીજાન સદર
6. મોહમ્મદી મસ્જિદ, અસ્તબલ, ચારબાગ
7. કૈસરબાગના ફૂલબાગ મસ્જિદ અને નજરબાગ મસ્જિદ
8. મોહમ્મદિયા મસ્જિદ, મુઝમ્મિલ નગર સહાદતગંજ
9. લાલ મસ્જિદ, આલમનગર તાલકટોરા
10, ખજૂરવાળી મસ્જિદ, ત્રિવેણીનગર
11. અલીહયાત મસ્જિદ ફૈઝુલ્લાગંજ મડિગામ
12. રજૌલી મસ્જિદ ગુડંબા

મેરઠ
આ ઉપરાંત મેરઠના 12 વિસ્તારો સીલ કરાયા છે. 

બસ્તી
બસ્તીમાં 3 મહોલ્લા હોટસ્પોટ ગણાવાયા છે જેમાં તુરકહિયા, મિલ્લતનગર, ગિદહી ખુર્દ સંપૂર્ણ રીતે સીલ

સહારનપુર
સહારનપુર જિલ્લાના 4 પોલીસ સ્ટેશન હદના હોટસ્પોટ વિસ્તાર સંપૂર્ણ રીતે સીલ

દિલ્હીના 20 હોટસ્પોટ સંપૂર્ણ સીલ
1. ગાંધી પાર્ક, માલવીય નગર
2. ગલી નંબર 6 સંગમ વિહાર
3. શાહજહાનાબાદ સોસાયટી, પ્લોટ નંબર 1, સેક્ટર 11 દ્વારકા
4. દીનપુર ગામ
5. મરકઝ મસ્જિદ, નિઝામુદ્દીન બસ્તી જી અને ડી બ્લોક
6. નિઝામુદ્દીન વેસ્ટ બી બ્લોક
7. જહાંગીરપુરી ગલી નંબર 14
8 કલ્યાણપુરી
9. મનસારા એપાર્ટમેન્ટ, વસુંધરા એન્ક્લેવ
10. નંબર 1-3 ગલી, ખિચડીપુર
11. ગલી નંબર 9, પાંડવ નગર
12. વર્ધમાન એપાર્ટમેન્ટ, મયૂરવિહાર ફેઝ-1
13. મયૂર ધ્વજ એપાર્ટમેન્ટ, આઈપી એક્સટેન્શન, પટપડગંજ ગલી નંબર 4
14. કૃષ્ણકૂંજ એક્સટેન્શન, ગલીનંબર 5
15. વેસ્ટ વિનોદ નગર, જે કે એલ એચ બ્લોક
16, દિલશાદ ગાર્ડન, જી, એચ, જે બ્લોક
17, ઓલ્ડ સીમાપુરી એફ 70-90 બ્લોક
18. દિલશાદ ગાર્ડન
19 પ્રતાપ ખંડ
20. ઝિલમિલ કોલોની

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news