એક્સક્લૂસિવઃ Zee Newsને અમિત શાહે કહ્યું, 'પશ્ચિમ બંગાળમાં ભાજપ 200 સીટ જીતશે'

અમિત શાહે જણાવ્યું કે, એનઆરસીનો વિસ્તાર પશ્ચિમ બંગાળ સુધી થશે, પરંતુ તેના પહેલા તમામ હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ શરણાર્થીઓને ભારતીય નાગરિક્તા આપવા માટે નાગરિક્તા(સંશોધન) વિધેયક પસાર કરાશે. 
 

એક્સક્લૂસિવઃ Zee Newsને અમિત શાહે કહ્યું, 'પશ્ચિમ બંગાળમાં ભાજપ 200 સીટ જીતશે'

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 200 સીટ જીતશે. ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિશ શાહે મંગળવારે Zee Newsને આપેલા એક એક્સ્લૂસિવ ઈન્ટરવ્યુમાં આ જણાવ્યું છે. અમિત શાહ કોલકાતામાં એનઆરસી જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. ઈન્ટરવ્યૂમાં શાહે એનઆરસી સહિત અનેક મુદ્દે ચર્ચા કરી હતી. 

સવાલઃ બંગાળમાં એનઆરસી અંગે લોકો ડરેલા છે, તમે શું કહો છો?
જવાબઃ જાણીજોઈને અફવા ફેલવાઈ રહી છે. હું સ્પષ્ટ કરી દઉં કે, એકલું એનઆરસી લાગુ નહીં થાય. તેના પહેલા નાગરિક્તા સંશોધન બિલ(CAB) આવશે. હિન્દુ, શિખ, બૌદ્ધ એ તમામને નાગરિક્તા અપાશે. જે નાગરિક છે તેઓ એનઆરસીનો ભાગ બની શકે નહીં. એનઆરસી ઘુસણખોરોની ઓળખ કરવા માટે છે. જે શરણાર્થી ચે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. અમે તેમને નાગરિક્તા આપીને ભારતીય નાગરિક બનાવીશું. તૃણમુલ કોંગ્રેસ લોકોમાં અફવા ફેલાવીને રાજકીય રોટલા સેકવા માગે છે. 

હું મમતા દીદીને પુછવા માગું છું કે, તમે બંગાળીઓને આટલો મોટો અવાજ ઉઠાવી રહ્યા છો. અમે બંગાળીઓને નાગરિક્તા આપીશું તો શું તમે નાગરિક્તા સંશોધન બિલને સમર્થન આપશો? જો તમને બંગાળીઓની ચિંતા છે તો આટલા કરોડ બંગાળીઓને જ્યારે નાગરિક્તા મળવાની છે તે તેનું સમર્થન કરવું જોઈએ. હું જાણું છું તેઓ વોટબેન્કની રાજનીતિને સમર્થન કરશે, સીએબીને નહીં. 

સવાલઃ એનઆરસી મુદ્દે તૃણમુલ કોંગ્રેસ આસામનો મુદ્દો સામે લાવી રહી છે. જે યાદી છે તેમાં 19 લાખના નામ નથી અને 12 લાખ એવા છે જે બંગાળી અને હિન્દુ છે. આ સ્થિતિ બંગાળમાં થશે?
જવાબઃ સુપ્રીમ કોર્ટના એક ચૂકાદા અનુસાર એનઆરસીની પ્રક્રિયા ચાલી છે. પહેલા અમે નાગરિક્તા સંશોધન બિલ લાવીશું. એ સમયે આસામના હિન્દુઓ, જૈન, બુદ્ધ એ તમામને નાગરિક્તા આપવાનું કામ કરીશું. આસામના અંદર જે બંગાળી લોકો છે, તેમને પણ નાગરિક્તા આપમેળે મળવાની છે. 

સવાલઃ આગામી ચૂંટણીમાં બંગાળમાં ભાજપની સરકાર બનશે એવો તમને વિશ્વાસ શા માટે છે?
જવાબઃ લોકસભા ચૂંટણીના સમયે અમે તમને ઈન્ટરવ્યુ આપ્યો હતો. તમે પુછ્યું હતું કે, 20 સીટ ક્યાંથી આવશે. મેં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને 18 સીટ આવી ગઈ છે. આજે કહું છું કે ભાજપ આગામી ચૂંટણીમાં 200 સીટ જીતશે. અહીં જે પ્રકારે ભ્રષ્ટાચાર છે, આતંક ફેલાવાઈ રહ્યો છે, જે રીતે સરહદને ઘુસણખોરો માટે ખુલ્લી મુકી દેવાઈ છે, સ્મગલિંગ થઈ રહ્યું છે. મને નથી લાગતું કે બંગાળની પ્રજા તૃણમુલને સાથ આપશે. તેઓ મોદીજીના નેતૃત્વમાં ભાજપની સાથે આવશે અને ભાજપ પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news