મહારાષ્ટ્ર: પૂર્વ CM નારાયણ રાણે પોતાની પાર્ટીનો ભાજપમાં કરશે વિલય
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા જે રીતે મોટા નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે તેણે વિપક્ષ માટે મુશ્કેલી વધારી દીધી છે. એક સમયે શિવસેનામાં રહીને રાજકારણમાં પોતાનો દમ દેખાડનારા પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે હવે ફરીથી કોંગ્રેસ માટે મુશ્કેલી વધારી શકે છે. શિવસેના છોડ્યા બાદ રાણે કોંગ્રેસમાં સામેલ થયા હતાં પરંતુ થોડા સમય પહેલા જ તેમણે કોંગ્રેસ છોડીને પોતાની એક નવી પાર્ટી બનાવી હતી. હાલ મળતી માહિતી મુજબ એક સપ્ટેમ્બરના રોજ નારાયણ રાણે પોતાની આ પાર્ટીનો ભાજપમાં વિલય કરશે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા જે રીતે મોટા નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે તેણે વિપક્ષ માટે મુશ્કેલી વધારી દીધી છે. એક સમયે શિવસેનામાં રહીને રાજકારણમાં પોતાનો દમ દેખાડનારા પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે હવે ફરીથી કોંગ્રેસ માટે મુશ્કેલી વધારી શકે છે. શિવસેના છોડ્યા બાદ રાણે કોંગ્રેસમાં સામેલ થયા હતાં પરંતુ થોડા સમય પહેલા જ તેમણે કોંગ્રેસ છોડીને પોતાની એક નવી પાર્ટી બનાવી હતી. હાલ મળતી માહિતી મુજબ એક સપ્ટેમ્બરના રોજ નારાયણ રાણે પોતાની આ પાર્ટીનો ભાજપમાં વિલય કરશે.
શિવસેનામાંથી કોંગ્રેસમાં સામેલ થયા બાદથી જ રાણના સંબંધ શિવસેના સાથે કઈં ખાસ નથી. થોડા દિવસ પહેલા જ શિવસેના નેતા દીપક કેસરકરે નારાયણ રાણેના ગઠબંધનમાં સામેલ થવાના અહેવાલો પર કહ્યું હતું કે રાણનું ગઠબંધનનું સામેલ થવું એટલે જાણે 'ગળ્યા દૂધમાં મીઠું ભેળવવા જેવું' છે.
જુઓ LIVE TV
આ બાજુ નારાયણ રાણેના ગઠબંધનમાં સામેલ થતા પહેલા ગિરિશ મહાજનનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે નારાયણ રાણેના ગઠબંધનમાં સામેલ થવાથી અમારી શક્તિમાં વધારો થશે. તેમણે કહ્યું કે રાણે પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમનો અનુભવ અમને ખુબ કામ આવશે.
ભાજપ મહારાષ્ટ્રના અધ્યક્ષ ચંદ્રકાંત દાદા પાટીલના સરકારી બંગલે થયેલી બેઠક બાદ મીડિયા સાથે વાતચીતમાં ગિરિશ મહાજનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું શિવસેના આ માટે રાજી છે? તો મહાજનનું કહેવું છે કે આ નિર્ણય મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતાઓનો હશે. પરંતુ તેઓ ઈચ્છે છે કે નારાયણ રાણે ગઠબંધનનો ભાગ બને.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે