મહારાષ્ટ્રમાં Coronaનો મહાપ્રકોપ, વધુ એક કેબિનેટ મંત્રીને થયો કોરોના, 5 કર્મચારીનો પણ રિપોર્ટ પોઝિટિવ
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના (Corona Virus)નો કહેર વધતો જ જાય છે. વધુ એક કેબિનેટ મંત્રી કોરોના પોઝિટિવ આવ્યાં હોવાની વાત સામે આવી છે. મંત્રીના પાંચ અંગત કર્મચારીઓમાં પણ સંક્રમણની પુષ્ટિ થઈ છે. મળતી માહિતી મુજબ મંત્રી અને તેમના કર્મચારીઓને હાલ આઈસોલેશનમાં રખાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાની ઝપેટમાં આવનારા કેબિનેટ મંત્રીઓની સંખ્યા વધીને 3 થઈ છે.
આ બાજુ સતત વધતા કેસને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરીથી લોકડાઉન લગાવવાના સંકેત પણ આપી દીધા છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર સ્થિતિનું અનુમાન લગાવી રહી છે. જો એવું લાગ્યું કે છૂટ આપવી એ ઘાતક નીવડી શકે છે તો આવી સ્થિતિમાં અમારે ફરીથી એકવાર લોકડાઉન લાગુ કરવું પડશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ચેતવણી આપી છે કે જો નિયમોનું પાલન ન કરવામાં આવ્યું તો ફરીથી લોકડાઉન લાગુ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. આવામાં જો ભીડ ભેગી થતી રહી તો લોકડાઉન હજુ પણ આગળ લંબાવાઈ શકે છે. ઢીલ આપવામાં આવી છે તો તેને બરબાદ ન કરો.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતા સહકાર્ય કરનારી છે. જનતા સરકારની વાતો પર અમલ કરી રહી છે. કારણ કે તેમને ખબર છે કે સરકારે જે કરે છે તે તેમા તેમનું હિત છે.
જુઓ LIVE TV
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વ્યવસાય અને અન્ય ગતિવિધિઓની બહાલી માટે લોકડાઉનના પ્રતિબંધોમાં આંશિક છૂટ અપાઈ છે. પરંતુ કોવિડ 19નું જોખમ ટળ્યું નથી. તેમણે લોકોને અપીલ કરી છે કે ભીડભાડથી બચે અને સામાજિક અંતર જાળવી રાખવાના નિયમોનું પાલન કરે. તેમણે કહ્યું કે જો દિશાનિર્દેશોના નિયમોનું પાલન ન થયું તો લોકડાઉન 30મી જૂન બાદ લંબાવવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે