દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14 લાખને પાર, 9 લાખી વધારે દર્દીઓ થયા સાજા

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14 લાખને પાર કરી ગઇ છે. રવિવારના નવા આંકડા અનુસાર કોરોના વાયરસથી દેશમાં અત્યાર સુધીમાં 14,11,954 લોકો સંક્રમિત થયા છે. દેશમાં covid19india.orgના આંકડા અનુસાર કોરોનાના 4 લાખ 77 હજાર 228 એક્ટિવ કેસ છે, જ્યારે 9,01,959 દર્દીઓ સાજા થઇને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા છે. ત્યારે કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 32 હજાર 350 લોકોએ જીવ ગુમાવ્યો છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14 લાખને પાર, 9 લાખી વધારે દર્દીઓ થયા સાજા

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14 લાખને પાર કરી ગઇ છે. રવિવારના નવા આંકડા અનુસાર કોરોના વાયરસથી દેશમાં અત્યાર સુધીમાં 14,11,954 લોકો સંક્રમિત થયા છે. દેશમાં covid19india.orgના આંકડા અનુસાર કોરોનાના 4 લાખ 77 હજાર 228 એક્ટિવ કેસ છે, જ્યારે 9,01,959 દર્દીઓ સાજા થઇને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા છે. ત્યારે કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 32 હજાર 350 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં રવિવારના 6044 કોરોના દર્દીઓને સારવાર બાદ હોસ્પ્ટિલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,13,238 કોરોના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો સાજા થવાનો દર 56.74 ટકા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 9431 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે તે દરમિયાન 267 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર 3.63 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 18,86,296 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં 3,75,799 પોઝિટિવ આવ્યા છે.

તમિલનાડુમાં રવિવારના કોરોનાના 6,986 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 2,13,723 થઇ ગઇ છે. તમિલનાડુમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 3,494 દર્દીઓનો મોત થયા છે. રાજ્યમાં 53,703 કોરોનાના એક્ટિવ કેસ છે જ્યારે સાજા થયા બાદ અત્યાર સુધીમાં 1,56,526 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં 1,30,606 લોકો અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યારે 11,904 એક્ટિવ કેસ છે જ્યારે 1,14,875 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાના કારણે 3,827 દર્દીઓના મોત થયા છે. રાહતની વાત એ છે કે, દિલ્હીમાં કોરોના રિકવરી રેટ 87.95 ટકા છે.

મધ્ય પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 716 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે મધ્ય પ્રદેશમાં કોરોનાના કુલ કેસ વધીને 26,926 થઇ ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ બીમારીથી 8 લોકોના મોત થયા છે. જે વર્તમાન દિવસોમાં સૌથી વધારે છે. આ સાથે જ પ્રદેશમાં મૃતકોની સંખ્યા 799 થઇ ગઇ છે.

તેલંગાણામાં કોરોના વાયરસ તપાસ રિપોર્ટમાં 1593 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 54 હજાર 59 થઇ ગઇ છે. વધુ 8 લોકોના આ વાયરસના કારણ મોત થયા છે. આ સાથે રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 463 થઇ ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news