જે.પી. નડ્ડા બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ, સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

ભારતીય જનતા પાર્ટીની સોમવારે સાંજે નવી દિલ્હી ખાતે સંસદીય બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાના નામ પર મહોર મારવામાં આવી હતી. 
 

જે.પી. નડ્ડા બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ, સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની સોમવારે સાંજે નવી દિલ્હી ખાતે સંસદીય બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાના નામ પર મહોર મારવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વર્તમાન અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, નિતિન ગડકરી સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. 

આ અંગે માહિતી આપતા રાજનાથ સિંહે જણાવ્યું કે, "ભારતીય જનતા પાર્ટીએ અમિત શાહના નેતૃત્વમાં અનેક ચૂંટણીઓમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. હવે અમિત શાહને જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી બનાવાયા છે ત્યારે તેમણે જ આગ્રહ કર્યો હતો કે, પાર્ટીના અધ્યક્ષ પદની જવાબદારી કોઈ અન્ય વ્યક્તિને સોંપવામાં આવે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં જે.પી. નડ્ડાની પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે."

— ANI (@ANI) June 17, 2019

જે.પી. નડ્ડાના ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્ટીના તમામ નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમિત શાહના નેતૃત્વમાં વર્તમાન લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 300થી વધુ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો અને પૂર્ણ બહુમત સાથે સતત બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમિત શાહ ડિસેમ્બર મહિના સુધી પાર્ટીના અધ્યક્ષ પદે રહેશે.

— ANI (@ANI) June 17, 2019

કોણ છે જે.પી. નડ્ડા? 
જે.પી. નડ્ડા (59 વર્ષ) અર્તાયેર હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ એક સમયે હિમાચલ પ્રદેશમાં મંત્રી હતા. જે.પી. નડ્ડા 1993માં સૌ પ્રથમ વખત હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા અને 1998માં તેઓ ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ધારાસભ્ય તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન નટ્ટા 1994થી 1998 સુધી હિમાચલ પ્રદેશ વિધાનસભામાં પાર્ટીના નેતા તરીકે રહ્યા હતા. ધારાસભ્ય તરીકેના બીજા કાર્યકાળમાં તેમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બનાવાયા હતા. 

જે.પી. નડ્ડા 2007ની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ વખતે મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધુમલના મંત્રીમંડળમાં તેમને વન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી બનાવાયા હતા. 2012માં તેઓ વિધાનસભા ચૂંટણી લડ્યા ન હતા અને રાજ્યસભામાંથી ચૂંટાયા હતા. 2014માં મંત્રીમંડળની પુનર્રચના સમયે જે.પી. નડ્ડાને પીએમ મોદીએ આરોગ્ય મંત્રી બનાવ્યા હતા. હવે, 2019માં તેમને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પદની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news