જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, શોપિયામાં 3 આતંકી અથડામણમાં ઠાર

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં આજે સવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ શોપિયામાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. જો કે આતંકીઓના માર્યા ગયા હોવા અંગે હજુ કોઈ અધિકૃત રીતે પુષ્ટિ કરાઈ નથી. અથડામણ હજુ ચાલુ છે. 

Updated By: Jun 16, 2020, 07:46 AM IST
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, શોપિયામાં 3 આતંકી અથડામણમાં ઠાર
ફાઈલ ફોટો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં આજે સવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ શોપિયામાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. જો કે આતંકીઓના માર્યા ગયા હોવા અંગે હજુ કોઈ અધિકૃત રીતે પુષ્ટિ કરાઈ નથી. અથડામણ હજુ ચાલુ છે. 

મળતી માહિતી મુજબ બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. જે દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કરવા માંડ્યું. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી જેમાં 3 ખૂંખાર આતંકીઓ માર્યા ગયાં. આતંકીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. 

જુઓ LIVE TV

જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યાં છે. ઘાટીમાં હવે આતંકીઓની ખેર નથી. આ અગાઉ જમ્મુ અને કાશ્મીરના પુલવામા અને કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે શનિવારે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ બે આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube