નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં રજૂ, ચર્ચાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ

બિલ રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે આ બિલ 0.001 ટકા અલ્પસંખ્યકો વિરૂદ્ધ નથી. બિલને રજૂ કરતાં સદનમાં વિપક્ષી પાર્ટીએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. ચર્ચાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા હતા. 

નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં રજૂ, ચર્ચાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે લોકસભામાં નાગરિક સંશોધન બિલ (Citizenship Amendment Bill)ને રજૂ કર્યું છે. બિલ રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે આ બિલ 0.001 ટકા અલ્પસંખ્યકો વિરૂદ્ધ નથી. બિલને રજૂ કરતાં સદનમાં વિપક્ષી પાર્ટીએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. ચર્ચાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા હતા. બિલ રજૂ થતાં કોંગ્રેસના લોકસભામાં નેતા અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે આ બિલની સાથે સરકાર મુસલમાનોને ટાર્ગેટ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ નાગરિકતા સંશોધન બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઇ છે. હવે સદનમાં તેના પર ચર્ચા થશે અને તેને મંજૂ કરાવવામાં આવશે. નાગરિક સંશોધન બિલ પર ભાજપ તરફથી કિરણ રિજૂજૂ, એસ એસ અહલુવાલિયા, સત્યપાલ સિંહ અને રાજેંદ્ર અગ્રવાલ, કોંગ્રેસ તરફથી મનીષ તિવારી, અધીર રંજન ચૌધરી અને ગૌરવ ગોગાઇ, તૃણમૂલ કોંગ્રેસ તરફથી અભિષેક બેનર્જી ચર્ચામાં ભાગ લેશે. 

— ANI (@ANI) December 9, 2019

નાગરિકતા સંશોધન બિલના લીધે પૂર્વોત્તર રાજ્યોમાં વ્યાપક પ્રદર્શન થઇ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તથા સંગઠનો બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી અસમ કરાર 1985ની જોગવાઇ નાબૂદ થઇ જશે જેમાં ધાર્મિક ભેદવાદ વિના ગેરકાનૂની શરણાર્થીઓને પરત મોકલવાની અંતિમ તારીખ 24 માર્ચ 1971 નક્કી છે. પ્રભાવશાળી પૂર્વોત્તર વિદ્યાર્થી સંગઠન (નેસો)એ ક્ષેત્રમાં દસ ડિસેમ્બરના રોજ 11 કલાક બંધનું આહવાન કર્યું છે.

— ANI (@ANI) December 9, 2019

બુધવારે જ મોદી કેબિનેટે (Modi Cabinet) નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી હતી. કેબિનેટ મીટિંગ બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું હતું કે નાગરિકતા સંશોધન બિલમાં દેશના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. જાવડેકરે કહ્યું કે, "મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે બિલની જોગવાઈઓની જાહેરાત કરાશે તો અસમ, ઉત્તર-પૂર્વ અને સમગ્ર દેશ તેનું સ્વાગત કરશે."

— ANI (@ANI) December 9, 2019

શિવસેના (Shiv Sena)એ નાગરિકતા નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill)નો વિરોધ કરી રહ્યા છે. શિવસેનાએ કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ દ્વારા ભાજપ (bjp) હિંદુ મુસલમાન વચ્ચે અદ્રશ્ય ભાગલાનો પ્રયત્ન કરી રહી છે. 

વિપક્ષ કરી રહ્યો છે વિરોધ
પાકિસ્તાન, અફઘાનિસ્તા અને બાંગ્લાદેશમાં ઉત્પીડનના લીધે ત્યાંથી ભાગીને આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. જો કે અસમ અને ઉત્તર-પૂર્વમાં બિલને લઈને વિરોધ ચાલુ જ છે.

નાગરિકતા સંશોધન બિલને વિપક્ષે પહેલાં જ વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે તેને અસંવૈધાનિક ગણાવ્યું છે. બિલમાં મુસ્લિમને છોડવા માટે અલ્પસંખ્યક જૂથોએ પણ વિરોધ કર્યો છે.

માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)એ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે બે બિલનો પ્રસ્તાવ રજૂ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news