લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસે 9 ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી

કોંગ્રેસ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 146 ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે, જ્યારે ભાજપ દ્વારા હજુ સુધી એકપણ યાદી બહાર પાડવામાં આવી નથી 

લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસે 9 ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થવાની સાથે જ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડવાનું શરૂ કરી દેવાયુ છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ આ બાબતમાં સૌથી આગળ છે. મંગળવારે રાત્રે તેણે 9 ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી છે. ગઈકાલે તેણે 56 ઉમેદવારોના નામ સાથેની પાંચમી યાદી બહાર પાડી હતી. 

કોંગ્રેસની છઠ્ઠી યાદીમાં મહારાષ્ટ્રની 7 સીટ અને કેરળની 2 સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. મહારાષ્ટ્રની નંદુરબાર, ધુલે, વર્ધા, યવતમાલ-વાશીમ, મુંબઈ દક્ષિણ-મધ્ય, શીરડી(એસસી) અને રત્નાગિરી-સિંધુદૂર્ગ સીટના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.કેરળમાં અલાપુઝા અને અતિંગલ સીટના ઉમેદવાર જાહેર કરાયા છે. 

કોંગ્રેસે કેરળની અલીપુઝા સીટ પર શનિમોલ ઉસ્માનના નામની જાહેરાત કરી છે. જોકે, આ બેઠક પર કે.સી. વેણુગોપાલ વર્તમાન સાંસદ છે. એટલે કે, કોંગ્રેસે વર્તમાન સાંસદની ટિકિટ કાપીને નવા ઉમેદવારને ટિકિટ આપી છે. 

— ANI (@ANI) March 19, 2019

કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં લોકભાની કુલ 542માંથી 146 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે. ભારતીય જનતા પાર્ટીની અત્યારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને અત્યાર સુધી એક પણ યાદી બહાર પાડવામાં આવી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news