નવા ટ્રાફિક નિયમઃ 15,000ની સ્કૂટી અને ટ્રાફિક પોલીસે ફટકાર્યો 23,000નો દંડ

દેશભરમાં 1 સપ્ટેમ્બર, 2019થી મોટર વ્હીકલ એક્ટ-2019 લાગુ થઈ ગયા પછી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું લોકોને ભારે પડી રહ્યું છે 
 

નવા ટ્રાફિક નિયમઃ 15,000ની સ્કૂટી અને ટ્રાફિક પોલીસે ફટકાર્યો 23,000નો દંડ

નવી દિલ્હીઃ ટ્રાફિક નિયમોના ભંગ અંગેનો નવો કાયદો લાગુ થયાના હજુ ત્રણ દિવસ જ થયા છે ત્યાં હવે તેની સામે અવાજ ઉઠવા લાગ્યો છે. દિલ્હીમાં રહેતા એક વ્યક્તિને ગુરૂગ્રામમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂ.23,000ની પાવતી મળી છે. આ વ્યક્તિની સ્કૂટીની વર્તમાન કિંમત રૂ.15,000ની આસપાસ છે. 

દિલ્હીની ગીતા કોલોનીમાં રહેતા દિનાશ મદાન નામના એક વ્યક્તિ કોઈ કામ માટે હરિયાણાની ગુડગાંવ કોર્ટ ગયા હતા. સોમવારે તેઓ તેમની 2015 મોડેલની સ્કૂટી લઈને ગુરૂગ્રામ પહોંચ્યા અને ત્યાં કોર્ટની બહાર જ ટ્રાફિક પોલીસે તેમને ઝડપી લીધા હતા. પોલીસે તેમને પકડ્યા ત્યારે તેમણે હેલમેટ પહેર્યું ન હતું. આથી પોલીસે હેલમેટની પૃચ્છા કર્યા પછી વાહનના દસ્તાવેજ એટલે કે રજિસ્ટ્રેશન, લાયસન્સ, એર પોલ્યુશન સર્ટિફિકેટ અને થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ જેવા એક પછી એક સવાલોનો મારો ચલાવ્યો હતો. 

— ANI (@ANI) September 3, 2019

દિનેશ મદાનને આવી કોઈ સ્થિતિમાં મુકાઈ જવાનો ખયાલ જ નહતો. તેઓ પોલીસના એક પણ સવાલનો જવાબ આપી શક્યા નહીં. તેમની પાસે પોલીસે માગેલા એક પણ દસ્તાવેજ ન હતા. આથી, પોલીસે નવા ટ્રાફિક નિયમો અનુસાર તેમને રૂ.23,000નો દંડ ભરવાની પાવતી પકડાવી દીધી. 

નવા મોટર વ્હિકલ એક્ટ મુજબ દિનેશ મદાનને ગુરૂગ્રામ ટ્રાફિક પોલીસે ફટકારેલો દંડ નીચે પ્રમાણે છે. 

  • રૂ.1,000 - હેલમેટ વગર વાહન ચલાવવું 
  • રૂ.5,000 - ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું 
  • રૂ.2,000 - ઈન્શ્યોરન્સ વગર વાહન ચલાવવું
  • રૂ.5,000 - રજિસ્ટ્રેશનના દસ્તાવેજો વગર વાહન ચલાવવું 
  • રૂ.10,000 - વાહનનું પ્રદૂષણ એનઓસી ન હોવું 
  • રૂ.23,000 - કુલ દંડની રકમ. 

દિનેશ મદાન પાસે એ સમયે દંડની આટલી મોટી રકમ ન હતી આથી પોલીસે તેમની સ્કૂટી જપ્ત કરી લીધી છે અને હવે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે. દિનેશ મદાન એ વિચારી રહ્યા છે તે રૂ.23,000નો દંડ ભરીને તેઓ પોતાની જુની સ્કૂટી છોડાવે કે પછી નવું સ્કૂટર ખરદી લે. 

સરકાર દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ વધારવામાં આવેલી રકમ નીચે મુજબ છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news