RBIના ફંડ અંગે રાહુલ ગાંધીના નિવેદન અંગે નિર્મલા સીતારમણનો જવાબ

નાણામંત્રીએ જણાવ્યું કે, દેશના ઉદ્યોગપતિઓએ ડરવાની કોઈ જરૂર નથી, તેઓ નિર્ભય રહીને વેપાર કરે 
 

RBIના ફંડ અંગે રાહુલ ગાંધીના નિવેદન અંગે નિર્મલા સીતારમણનો જવાબ

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સરકારને રૂ.1.76 લાખ કરોડનું ફંડ આપવાની જાહેરાત કરાઈ છે. આ મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું કે, વિરોધ પક્ષના નિવેદન પર મને હસવું આવી રહ્યું છે. આ નિર્મય બિમલ જાલાન સમિતિએ કર્યો છે, જેઓ આ ક્ષેત્રના નિષ્ણાત છે. આથી RBI અંગે સવાલ ઉઠાવવા મને વિચિત્ર લાગે છે. 

આ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓ જ્યારે કહે છે ચોર-ચોર તો મેન લાગે છે કે તેઓ બાળકોની રમત રમી રહ્યા છે. પ્રજાએ તેમના આ નિવેદનનો સાચો જવાબ આપ્યો છે. 

— ANI (@ANI) August 27, 2019

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સરકાર રિઝર્વ બેન્કમાંથી ચોરી કરી રહી છે. જોકે, હવે કંઈ થવાનું નથી. કોંગ્રેસે જણાવ્યું કે, દેશની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, સરકારને રિઝર્વ બેન્ક પાસેથી નાણા લેવાની જરૂર પડી છે. 

— ANI (@ANI) August 27, 2019

નાણામંત્રી નિર્મલા સિતારમણે દેશના નાના-મોટા ઉદ્યોગપતિઓને જણાવ્યું છે કે, તેઓ નિર્ભય રહીને વેપાર કરે. કોઈએ ડરવાની જરૂર નથી. નાણામંત્રીએ જણાવ્યું કે, સરકાર દેશમાં ઉદ્યોગપતિઓ માટે સકારાત્મક વાતાવરણ બનાવવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news