ઉદ્ધવ સરકારને વળી પાછો આંચકો, હવે કોંગ્રેસના MLAની રાજીનામાની ધમકી

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષોના ધારાસભ્યોમાં ક્યાંકને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે.

ઉદ્ધવ સરકારને વળી પાછો આંચકો, હવે કોંગ્રેસના MLAની રાજીનામાની ધમકી

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં ઉદ્ધવ સરકાર (Uddhav Thackeray) ના મંત્રીમંડળના વિસ્તરણ બાદ બગાવતના સૂર જોવા મળી રહ્યાં છે. હવે જાલનાથી કોંગ્રેસના ધારાસભ્ય કૈલાશ ગોરંટ્યાલે ( Kailash Gorantyal) રાજીનામું આપી દેવાની ધમકી આપી છે. કેબિનેટમાં જગ્યા ન મળવાના કારણે નારાજ ગોરંટ્યાલે કહ્યું કે મેં અને મારા સમર્થકોએ નક્કી કર્યું છે કે અમે પ્રદેશ અધ્યક્ષને અમારા રાજીનામા મોકલી આપીશું. હું ત્રીજીવાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યો છું અને મેં મારા લોકો માટે કામ કર્યું છે. આમ છતાં મને મંત્રીપદ આપવામાં આવ્યું નથી. 

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષોના ધારાસભ્યોમાં ક્યાંકને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પુણેથી પણ નારાજગીના સૂર જોવા મળ્યા હતાં. એક જાન્યુઆરીએ પુણેના વિધાયક સંગ્રામ થોપટેના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી  કારણ કે તેમને મંત્રીપદ આપવામાં આવ્યું નહતું. 

— ANI (@ANI) January 4, 2020

થોપટે જ નહીં પરંતુ પૂર્વ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેની પુત્રી પ્રણતિ શિંદેને પણ મંત્રીમંડળમાંથી બહાર રાખવામાં આવ્યાં. થોપટેના સમર્થકોએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પત્ર પણ લખ્યો છે. જ્યારે કેટલાક પાર્ટી પ્રત્યે બળવાના સંકેત આપ્યાં છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે આ લોકો સાથે પાર્ટીની અંદર કર્ણાટક જેવી કોઈ પણ પ્રકારની સ્થિતિ ઊભી ન થાય તે માટે વાત કરશે. 

અન્ય ધારાસભ્યો કે જેઓ જાહેરમાં નથી બોલ્યાં પરંતુ તેમણે પાર્ટી સમક્ષ પોતાની ફરિયાદો નોંધાવી હતી. કેટલાકનું કહેવું હતું કે તેઓ સ્થિતિ અંગે માહિતગાર કરવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળશે. જો કે તેમના હસ્તક્ષેપ બાદ સ્થિતિ એવી ઊભી થઈ કે પ્રણતિ શીંદે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાની ના પાડી અને સંગ્રામ થોપટેએ કહ્યું કે તેઓ પાર્ટી સાથે જ છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

કોંગ્રેસમાં મતભેદ
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ કેટલાક વરિષ્ઠ નેતાઓની સાથે આંતરિક મતભેદોનો સામનો કરી રહી છે. તેમનું કહેવું છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં તેમની અવગણના કરવામાં આવી. મુંબઈથી બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા અમીન પટેલને કેબનેટમાં જગ્યા મળવાની આશા હતી પરંતુ અસલમ શેખ અને વર્ષા ગાયકવાડને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યાં. મુંબઈમાં પૂર્વ મંત્રી આરિફ નસીમ ખાન કે જેઓ ચૂંટણી હાર્યા હતાં તેઓ પણ પરેશાન હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે માગણી કરી છે કે મહારાષ્ટ્ર સરકાર કેરળની જેમ કરે અને એક સીએએ વિરોધી પ્રસ્તાવ પસાર કરે. અત્રે જણાવવાનું કે 12 કોંગ્રેસ નેતાઓને કેબિનેટમાં જગ્યા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news