કિર્ગિસ્તાનમાં 2 દિવસનું SCO સંમેલન આજથી, બિશ્કેક માટે રવાના થયા પીએમ મોદી

આ સંમેલનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ તેમાં ભાગ લેવા પહોંચી ગયા છે. એવું કહેવાય છે કે, આ સંમેલન દરમિયાન પીએમ મોદી આ નેતાઓ સાથે બેઠક કરી શકે છે 
 

કિર્ગિસ્તાનમાં 2 દિવસનું SCO સંમેલન આજથી, બિશ્કેક માટે રવાના થયા પીએમ મોદી

નવી દિલ્હીઃ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આજથી બે દિવસનું 'શંઘાઈ સહયોગ સંગઠન'(SCO) સંમેલન આયોજિત થઈ રહ્યું છે. વડાપ્રધાન મોદી તેમાં ભાગ લેવા માટે ગુરૂવારે સવારે રવાના થઈ ગયા છે. ગુરૂવારથી બિશ્કેકમાં શરૂ થઈ રહેલા આ સંમેલનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ અહીં પહોંચી રહ્યા છે. આ સંમેલનમાં મોદી આ નેતાઓ સાથે વાત કરી શકે છે. 

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બિશ્કેક જવા માટે બુધવારે રવાના થયા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય બાદ બંને નેતાઓની આ પ્રથમ બેઠક છે. SCO સંમેલન બિશ્કેકમાં 13થી 14 જુન સુધી ચાલશે. ચીનના નેતૃત્વવાળા 8 સભ્યોના આર્થિક અને સુરક્ષા જૂથમાં ભારત અને પાકિસ્તાનને 2017માં સામેલ કરાયા હતા. 

મોદીએ SCOને મહત્વ આપતા તેના અધ્યક્ષ અને કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સુરોનબે જીનબેકોવને બિમ્સ્ટેકના અન્ય નેતાઓ સહિત પોતાના શપથ સમારોહમાં આમંત્રણ પાઠવ્યું હતું. 

આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે છે મોદી
બિશ્કેકમાં 13-14 જૂનના રોજ આયોજિત શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની વાર્ષિક શિખર પરિષદમાં વડાપ્રધાન મોદી આતંકવાદના વધતા જોખમ સહિત સ્થાનિક વિસ્તારની મુખ્ય સમસ્યાઓ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરી શકે છે. આ સંમેલનમાં ભાગ લેનારા નેતાઓ વચ્ચે વૈશ્વિક સુરક્ષા, બહુપક્ષીય આર્થિક સહયોગ, લોકોનો લોકો સાથે સંપર્ક અને આંતરરાષ્ટ્રીય તથા ક્ષેત્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news