Lockdown થી એક્ઝિટ પ્લાન? આજે રાતે 8 વાગે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાતે 8 વાગે દેશને સંબોધન કરવાના છે. 

Lockdown થી એક્ઝિટ પ્લાન? આજે રાતે 8 વાગે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

નવી દિલ્હી: કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરીથી એકવાર દેશને સંબોધન કરશે. પીએમ મોદી આજે રાતે 8 વાગે દેશને સંબોધશે અને સરકાર તરફથી કોરોનાને રોકવા માટે લેવાઈ રહેલા પગલાં વિશે જણાવશે.સવાલ એ છે કે પીએમ મોદી લોકડાઉન વધારવાની જાહેરાત કરશે કે પછી લોકડાઉન હટાવવાની. કે પછી કેટલીક વધુ ઢીલ સાથે લોકડાઉન આગળ વધારશે. આ સવાલોના જવાબ જો કે આજે રાતે 8 વાગે પીએમ મોદીના સંબોધનમાં મળી શકશે. 

કોરોના વિરુદ્ધની લડતમાં પીએમ મોદી ચારવાર રાષ્ટ્રને સંબોધન કરી ચૂક્યા છે. આજે પાંચમીવાર દેશને સંબોધશે. પહેલીવાર 19 માર્ચના રોજ જનતા કરફ્યૂનું આહ્વાન કર્યું હતું. બીજા સંબોધનમાં તેમણે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. 3 એપ્રિલના રોજ ત્રીજા સંબોધનમાં તેમણે કોરોના વિરુદ્ધ 9 મિનિટ સુધી પ્રકાશપર્વ ઉજવવાની અપીલ કરી હતી. 14 એપ્રિલના રોજ તેમણે પોતાના ચોથા સંબોધનમાં 24 મિનિટના ભાષણમાં લોકડાઉનને 3 મે સુધી આગળ વધાર્યું હતું. આજે રાતે હવે 8 વાગે પાંચમીવાર પીએમ મોદી દેશને સંબોધશે. ત્યારે જોવાનું રહેશે કે શું જાહેરાત કરશે?

જુઓ LIVE TV

સંબોધનમાં શું કહી શકે છે પીએમ?
આજે રાતે પીએમ મોદી પોતાના સંબોધનમાં લોકડાઉન પર મોટી જાહેરાત કરી શકે છે. પીએમ મોદીએ ગઈ કાલે જ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, બિહારના સીએમએ લોકડાઉન આગળ વધારવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ તમામ રાજ્યો પાસેથી 15મી મે સુધીમાં લોકડાઉન પર સૂચનો માંગ્યા હતાં. હવે પીએમ મોદીના સંબોધનમાં કઈ વાતનો ઉલ્લેખ થશે તેની અટકળો થઈ રહી છે. 

લોકડાઉનથી એક્ઝિટ પ્લાનની જાહેરાત કરશે પીએમ?
શું પીએમ મોદી લોકડાઉન વધારવાની જાહેરાત કરશે કે પછી લોકડાઉનથી એક્ઝિટ પ્લાનની જાહેરાત કરશે. આ અંગે થોડી ગણી માહિતી પીએમ મોદીના ભાષણથી સ્પષ્ટ થઈ શકે છે. પીએમ મોદીનું કોરોના સંકટ વચ્ચે આ પાંચમું દેશને સંબોધન હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news