ભારત કોરોના સામે લડશે અને આગળ પણ વધશે, આફતને અવસરમાં ફેરવશે-PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખાનગી ક્ષેત્ર માટે 41 કોલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયા શરૂ કરી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત  કોરોના સામે લડશે પણ અને આગળ પણ વધશે. ભારત આ મોટી આફતને અવસરમાં ફેરવશે. આ સંકટે ભારતને આત્મનિર્ભર ભારત થવાનો બોધપાઠ આપ્યો છે. 

ભારત કોરોના સામે લડશે અને આગળ પણ વધશે, આફતને અવસરમાં ફેરવશે-PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખાનગી ક્ષેત્ર માટે 41 coal blocksની હરાજીની પ્રક્રિયા શરૂ કરી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત  કોરોના સામે લડશે પણ અને આગળ પણ વધશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત આફત પર રડનારો દેશ નથી. ભારત આ મોટી આફતને અવસરમાં ફેરવવા માટે ગંભીર છે. આ સંકટે ભારતને આત્મનિર્ભર ભારત થવાનો બોધપાઠ આપ્યો છે. આયાત પર નિર્ભરતા ઓછી કરીશું. યુવાઓને રોજગારી આપીશું.

પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે કોરોનાએ દેશને આત્મનિર્ભર બનવા માટેનો બોઠપાઠ આપ્યો છે. ભારત કોરોના સામે લડશે પણ ખરો અને આગળ પણ વધશે. ભારત આફત પર રડનારો દેશ નથી. ભારત આ મોટી આફતને અવસરમાં ફેરવવા માટે ગંભીર છે. આત્મનિર્ભર ભારત એટલે કે ભારત આયાત પર પોતાની નિર્ભરતા ઓછી કરશે. આત્મનિર્ભર ભારત એટલે કે ભારત આયાત પર ખર્ચ થતી લાખો કરોડ રૂપિયાની વિદેશી મુદ્રા બચાવશે અને દેશના ગરીબોના કલ્યાણમાં લગાવશે. આત્મનિર્ભર ભારત એટલે કે ભારતને આયાત ન કરવી પડે આથી તે પોતાના જ દેશમાં સાધન અને સંસાધન વિક્સિત કરશે. 

તેમણે કહ્યું કે, "હવે ભારતે કોલસા અને માઈનિંગના સેક્ટરને પ્રતિસ્પર્ધા, પૂંજી, ભાગીદારી અને ટેક્નોલોજી માટે સંપૂર્ણ રીતે ખોલવાનો ખુબ મોટો નિર્ણય લીધો છે. 2014 બાદ આ સ્થિતિને બદલવા માટે એક પછી એક પગલાં લેવાયા. જે કોલ લિન્કેજની વાત કોઈ વિચારી પણ શકતું નહતું તે અમે કરી બતાવ્યું છે. આવા પગલાના કારણે કોલસા સેક્ટરને મજબૂતી પણ મળી."

તેમણે આગળ કહ્યું કે, "એક મજબૂત માઈનિંગ અને મિનરલ સેક્ટર વગર આત્મનિર્ભરતા શક્ય નથી. કારણ કે મિનરલ અને માઈનિંગ આપણી અર્થવ્યવસ્થાના મહત્વપૂર્ણ સ્તંભ છે. તેના રિફોર્મ્સ બાદ હવે કોલસાના ઉત્પાદન, સંપૂર્ણ કોલસા સેક્ટર પણ એક પ્રકારે આત્મનિર્ભર બનશે."

જુઓ LIVE TV

પ્રધાનમંત્રીએ સંબોધનમાં કહ્યું કે જ્યારે આપણે દુનિયાના સૌથી મોટા કોલસા ઉત્પાદકોમાંથી એક છીએ તો આપણે સૌથી મોટા એક્સપોર્ટર કેમ નથી થઈ શકતા. આ સવાલ કરોડો ભારતીયોના મનમાં ઉઠે છે. દેશના કોલ સેક્ટરને કેપ્ટિવ અને નોન કેપ્ટિવના જાળામાં ગૂંચવી રાખ્યો છે. જે દેશ કોલ રિઝર્વ પ્રમાણે દુનિયાનો ચોથી સૌથી મોટો દેશ હોય, જે દુનિયાનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ હોય, તે દેશ કોલસાની નિકાસ નથી કરતો પરંતુ તે દેશ દુનિયાનો બીજો સૌથી મોટો કોલસાનો આયાતકાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news