શારદા ચિટફંડ કેસના IPS અધિકારી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ધરપકડથી બચવા માગી રાહત

ધરપકડથી બચવા માટે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ધરપકડ પર 7 દિવસ માટે વધુ પ્રતિબંધ વધારવાની માગ કરી છે.

Updated By: May 20, 2019, 12:05 PM IST
શારદા ચિટફંડ કેસના IPS અધિકારી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ધરપકડથી બચવા માગી રાહત

નવી દિલ્હી: ધરપકડથી બચવા માટે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ધરપકડ પર 7 દિવસ માટે વધુ પ્રતિબંધ વધારવાની માગ કરી છે. પશ્ચિમ બંગાળના વકીલોની હડતાળના કારણે રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે. કોર્ટે રાજીવ કુમારના વકીલને સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલની પાસે જવાનું કહ્યું છે, તેથી અરજી પર સુનાવણી માટે ત્રણ જજની બેન્ચનું ગઠન થઇ શકે.

વધુમાં વાંચો:- CM કુમારસ્વામીએ મીડિયાને પૂછ્યુ- શું અમે તમને કાર્ટૂન જેવા લાગીએ છે?

આ પહેલા સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પરના અંતરાય પ્રતિબંધને ઉઠાવી લીધો હતો, જોકે, સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર 7 દિવસ માટે પ્રતિબંધ લગાવ્યો હતો. તે દરમિયાન અગોતરા જામીન દાખલ કરી શકે છે. સીબીઆઇએ રાજીવ પર શારદા ચિટફંડ કેસના પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવતા ધરપકડની માગ કરી હતી. 2 મેના સુપ્રીમ કોર્ટે દરેક પક્ષની દલિલ સાંભળ્યા બાદ ચૂકાદો આપ્યો હતો. સીબીઆઇએ રાજીવ કુમારના શારદા ચિટફંડ કેસમાં પુરાવા નષ્ટ કરવાના પુરાવા આપ્યા હતા. પશ્ચિમ બંગાળ સરકારના વકિલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઇની અરજીનો વિરોધ કર્યો હતો અને ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

વધુમાં વાંચો:- ExitPoll 2019: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શું છે કોંગ્રેસની સ્થિતી જાણો....

આ અગાઉ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી મલય ડે, ડીજીપી વીરેન્દ્ર કુમાર સામે કોર્ટની અવગણના મામલાને બંધ કરવાનો ઇનકાર કર્યો હતો. સીબીઆઇએ રાજીવ કુમારથી પૂછપરછ બાદ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજીવ કુમાર સામે સીબીઆઇની સ્ટેટસ રિપોર્ટમાં કરવામાં આવેલા ખુલાસા ખબ જ ગંભીર છે, પરંતુ રિપોર્ટ સીલબંધ કરવમાં છે, એટલા માટે કોર્ટે માટે કોઇ આદેશ કરવો યોગ્ય નથી. કોર્ટે સીબીઆઇને 10 દિવસની અંદર યોગ્ય એપ્લિકેશન દાખલ કરવા કહ્યું હતું. કોર્ટે રાજીવ કુમારને 10 દિવસની અંદર સિબીઆઇની અરજી પર જવાબ આપવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, અમે અંતિમ અભિપ્રાય આપતા પહેલા બંને પક્ષની દલિલ સાંભળીશું.

વધુમાં વાંચો:- હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચેલી મહિલાના મોઢામાં અચાનક થયો બ્લાસ્ટ અને પછી...

ઉલ્લેખનીય છે કે, સીબીઆઇની અરજી પર સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઇ સામે હાજર થવા આદેશ કર્યો હતો. પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શિલાંગમાં સીબીઆઇની સામે હાજર થશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇની અવગણના અરજી પર પશ્ચિમ બંગાળના મુખઅય સચિવ, ડીજીપી અને કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારને અવગણના નોટીસ ફટાકરી હતી. સુપ્રીમ કોર્ટે ત્રણેય અધિકારીઓને અવગણના પર 18 ફેબ્રુઆરી સુધી જવાબ આપવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, જો જવાબ જોયા બાદ જરૂરત પડશે તો અધિકારીઓને 20 તારીખે ખાનગી રીતે હાજર થવું પડશે, જો એવું થાય છે તો, 19 ફેબ્રુઆરી સુપ્રીમ કોર્ટમાંથી તેમને સૂચના આપવામાં આવશે.

વધુમાં વાંચો:- એક્ઝિટ પોલમાં ભાજપનો 'વિજય', ઉપરાષ્ટ્રપતિ બોલ્યા, 'ધીરજ રાખો, આ વાસ્તવિક પરિણામ નથી'

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સવાલ પૂછ્યો હતો કે, કોલલકાતા કામિશ્નર રાજીવ કુમારને પૂછપરછમાં કોઇ તકલીફ છે? ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, રાજીવ કુમારને પૂછપરછ માટે સીબીઆઇ સમક્ષ હાજર થવું જોઇએ અને તપાસમાં સહયોગ આપવો જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે, અમે પોલીસ કમિશ્નરને પોતે ઉપલ્બધ થવા અને સહકાર આપવા માટે દિશામાન કરીશું, અમે પછી અવગણના અરજી પર ચૂકાદો આપીશું.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...