એક્ઝિટ પોલમાં ભાજપનો 'વિજય', ઉપરાષ્ટ્રપતિ બોલ્યા, 'ધીરજ રાખો, આ વાસ્તવિક પરિણામ નથી'

એક્ઝિટ પોલ પર પોતાની પ્રતિક્રિયા આપતા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, એક્ઝિટ પોલ વાસ્તવિક પરિણામ હોતા નથી, એ આપણે સમજવું જોઈએ, 1999થી મોટાભાગના એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે 
 

એક્ઝિટ પોલમાં ભાજપનો 'વિજય', ઉપરાષ્ટ્રપતિ બોલ્યા, 'ધીરજ રાખો, આ વાસ્તવિક પરિણામ નથી'

અમરાવતી(આંધ્રપ્રદેશ): લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું મતદાન પુરું થયા પછી રવિવારે સાંજે આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદી ફરી એક વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે તેવું અનુમાન વ્યક્ત કરાયું હતું. એક્ઝિટ પોલ અંગે આપેલી પોતાની પ્રતિક્રિયામાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે, આ વાસ્તવિક પરિણામ નથી. 

ઉપરાષ્ટ્રપતિએ એક્ઝીટ પોલ અંગે જણાવ્યું કે, "એક્ઝિટ પોલ વાસ્તવિક પરિણામ હોતા નથી, એ આપણે સમજવું જોઈએ, 1999થી મોટાભાગના એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે." નાયડુ ગુંટુરમાં શુભચિંતકો સાથે અનૌપચારિક બેઠકમાં હતા. તેમણે જણાવ્યું કે, દરેક પાર્ટી પોતાના વિજય માટે વિશ્વાસ ધરાવતી હોય છે. 

વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, "મતગણતરી 23 મે સુધી દરેક પોતાના આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે છે. તેનો કોઈ આધાર હોતો નથી. આપણે 23 મેની રાહ જોવી જોઈએ. દેશ અને રાજ્યને એક કુશન નેતા અને સ્થિર સરકારની જરૂર હોય છે, પછી ભલે તે ગમે તે વ્યક્તિ હોય. સમાજમાં બદલાવ રાજકીય પક્ષોમાં બદલાવની સાથે આવવો જોઈએ."

દરેક એક્ઝિટ પોલમાં NDAને બહુમત
ઉલ્લેખનીય છે કે, રવિવારે સાંજે આવેલા એક્ઝિટ પોલમાં મોટાભાગના સરવેમાં NDAને 300થી વધુ બેઠક મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. જોકે, ભાજપના ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં નુકસાન થતું પણ કેટલાક એક્ઝિટ પોલમાં બહાર આવ્યું છે. 2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે ઉત્તરપ્રદેશમાં 71 સીટ જીતી હતી. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news