સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપેલા ભાષણની શત્રુધ્ન સિન્હાએ કરી કંઈક આવી પ્રશંસા...

ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા શત્રુધ્ન સિંહા વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસે આપેલા ભાષણ પર ફિદા થઈ ગયા છે અને સાથે જ વડાપ્રધાન મોદીને એક સલાહ પણ આપી છે 
 

સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપેલા ભાષણની શત્રુધ્ન સિન્હાએ કરી કંઈક આવી પ્રશંસા...

નવી દિલ્હીઃ ભાજપ છોડીને 2019ની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયેલા વરિષ્ઠ અભિનેતા શત્રુધ્ન સિન્હાએ વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ પર આપેલા ભાષણની પ્રશંસા કરી છે. ઉલ્લેખનીય છે કે, શત્રુધ્ન સિન્હા પીએમ મોદીના સૌથી મોટા ટીકાકારોમાંના એક ગણાય છે. શત્રુધ્ન સિન્હાએ ટ્વીટ કરીને પીએમ મોદીના ભાષણની પ્રશંસા કરવાની સાથે જ એક સલાહ પણ આપી દીધી છે. 

શત્રુધ્ન સિન્હાએ ટ્વીટમાં લખ્યું છે કે, "હું મારા નિવેદનો અંગે પ્રસિદ્ધ અને બદનામ છું, પરંતુ અહીં સ્વીકાર કરવા માગું છું કે, આદરણીય પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જે ભાષણ આપ્યું તે અત્યંત સાહસિક, શોધપૂર્ણ અને વિચારોત્તેજક હતું. તેમાં દેશની તમામ વર્તમાન સમસ્યાઓનો અત્યંત સુંદર રીતે ઉલ્લેખ કરાયો હતો."

— Shatrughan Sinha (@ShatruganSinha) August 18, 2019

આ સાથે જ શત્રુધ્ન સિન્હાએ જણાવ્યું કે, પીએમ મોદીએ આ સમસ્યાઓના ઉકેલ માટે જે રોડમેપ બનાવ્યો છે તે ઘણો જ સારો છે. આ રોડમેપ પર મોડું થાય તે પહેલા જ કામ શરૂ કરી દેવું જોઈએ. તેમણે પાણીના સંકટને મોટો જણાવતા કહ્યું કે, થોડા વર્ષોમાં જ અનેક મુખ્ય શહેરમાં પાણીની તંગી સર્જાશે. દેશની વિશાળ વસતી છે, જેણે ઝડપથી જાગૃત થવાની જરૂર છે. 

— Shatrughan Sinha (@ShatruganSinha) August 18, 2019

શત્રુધ્ન સિન્હાએ પીએમ મોદીને સલાહ આપતા જણાવ્યું કે, "જો તમારી પાસે સમય હોય તો નદીઓને જોડવાની પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યોજના 'સાગર માલા'ને પુરી કરો. તેના માટે હું તમારી સાથે ચર્ચા કરી શકું છું. આ યોજના દેશમાં પૂર અને દુકાળ રોકવામાં ઘણી જ મદદરૂપ સાબિત થશે."

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news