અરૂણ જેટલીની તબિયત અત્યંત નાજુક, ઈન્ટ્રા-એરોટિક બલૂન પમ્પ સપોર્ટ પર મુકાયા

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત અત્યારે અત્યંત નાજૂક સ્થિતિમાં પહોચી ગઈ છે અને દિલ્હી એઈમ્સના ડોક્ટરો તેમને વિશેષ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે 
 

અરૂણ જેટલીની તબિયત અત્યંત નાજુક, ઈન્ટ્રા-એરોટિક બલૂન પમ્પ સપોર્ટ પર મુકાયા

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત અત્યારે અત્યંત નાજૂક સ્થિતિમાં પહોચી ગઈ છે અને દિલ્હી એઈમ્સના ડોક્ટરો તેમને વિશેષ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. એઈમ્સના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કાર્ડિયો-ન્યૂરો સેન્ટરમાં રહેલા અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન (ECMO) અને ઈન્ટ્રા-એરોટિક બલૂન પમ્પ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. 

— ANI (@ANI) August 18, 2019

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અરૂણ જેટલીની તબિયત અંગે જાણવા માટે એઈમ્સ પહોંચ્યા હતા. આ પહેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોડી સાંજે એઈમ્સ પહોંચ્યા હતા અને ઘણો સમય હોસ્પિટલમાં રોકાયા હતા. 

અરૂણ જેટલીને 9 ઓગસ્ટના રોજ દિલ્હીમાં આવેલી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં દાખલ કરાયા હતા, જ્યાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવેલા છે. અરૂણ જેટલીને એક્સ્ટ્રા કોર્પોરેશનલ મેમ્બ્રેન ઓક્સિજનેશનમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ECMOમાં એવા દર્દીને રાખવામાં આવે છે, જેમના ફેફાસ અને હૃદય કામ કરતા હોતા નથી. 

મે, 2018માં અરૂણ જેટલીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. ત્યાર પછી તેમને ડાબા પગમાં સોફ્ટ ટિશ્યુ કેન્સર થયું હતું, જેની સર્જરી માટે તેઓ ચાલુ વર્ષના પ્રારંભમાં અમેરિકા પણ ગયા હતા. તબિયત ખરાબ થવાના કારણે તેમણે 2019ની લોકસભા ચૂંટણી લડી ન હતી અને સાથે જ મંત્રીમંડળમાં જોડાવાનો પણ તેમણે ઈનકાર કરી દીધો હતો. 

— विनोद बंसल (@vinod_bansal) August 17, 2019

રવિવારે રાજ્યસભાના સાંસદ સુભાષ ચંદ્રા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જેટલીના ખબર-અંતર પુછવા પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા જણાવ્યું કે, 'અરૂણ જેટલીજીને જોવા ગયો હતો. ભગવાનને પ્રાર્થના છે કે તેઓ ઝડપતી સાજા થઈ જાય અને સ્વસ્થ રહે'.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, અશ્વિની ચૌબે, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપના સંગઠન મહામંત્રી વી. સતીશ પણ અરૂણ જેટલીના ખબર-અતર પુછવા માટે AIIMS દોડી આવ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના પ્રમુખ મોહન ભાગવ, વર્તમાન નાણામંત્રી નિર્મલા સિતારમણ પણ એઈમ્સ પહોંચ્યા હતા અને ડોક્ટરો સાથે જેટલીના સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરી હતી.

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news