Corona Update: દેશમાં સતત વધી રહ્યાં હતાં કોરોના કેસ, પણ આજે મળી થોડી રાહત, જાણો લેટેસ્ટ અપડેટ

છેલ્લા કેટલાક દિવસથી કોરોના (Corona virus) ના કેસ સતત વધતા જોવા મળી રહ્યાં હતાં તેમાં આજે થોડો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 69,921 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કેસનો કુલ આંકડો 36,91,167 પર પહોંચી ગયો છે. જેમાંથી 7,85,996 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 28,39,883 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. કોરોનાએ એક જ દિવસમાં 819 લોકોનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી મૃત્યુનો કુલ આંકડો 65,288 થયો છે. 

Corona Update: દેશમાં સતત વધી રહ્યાં હતાં કોરોના કેસ, પણ આજે મળી થોડી રાહત, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી કોરોના (Corona virus) ના કેસ સતત વધતા જોવા મળી રહ્યાં હતાં તેમાં આજે થોડો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 69,921 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કેસનો કુલ આંકડો 36,91,167 પર પહોંચી ગયો છે. જેમાંથી 7,85,996 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 28,39,883 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. કોરોનાએ એક જ દિવસમાં 819 લોકોનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી મૃત્યુનો કુલ આંકડો 65,288 થયો છે. 

29 ઓગસ્ટના રોજ કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 78,761 નવા કેસ નોંધાયા હતાં. જો કે રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 થઈ ગયો. આ ઉપરાંત એક્ટિવ કેસ કે જેમની સારવાર ચાલુ છે તેમનો દર પણ ઘટીને 22 ટકા થયો છે. રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર 77% થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 

— ANI (@ANI) September 1, 2020

આંકડા મુજબ દેશમાં એક્ટિવ કેસ મામલે ટોપ પર મહારાષ્ટ્ર રાજ્ય છે. ત્યારબાદ તામિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારતનું ત્રીજુ સ્થાન છે. 

કોરોના સંક્રમિતો અને મોતની સંખ્યા જોઈએ તો ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ ભારત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news