CBI આવતીકાલે કરશે સુશાંતના હત્યારાઓના નામનો ખુલાસો? મહેશ શેટ્ટીના નિવેદનથી મળ્યો મોટો ક્લૂ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ સંલગ્ન ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની આજે પણ પૂછપરછ ચાલુ છે. NCBની ટીમ છેલ્લા એક કલાકથી રિયાની પૂછપરછ કરી રહી છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર આવ્યાં છે. જે મુજબ હવે બહુ જલદી CBI સુશાંતના હત્યારાના નામનો પર્દાફાશ કરવા જઈ રહી છે. ZEE NEWની ખબર મુજબ આવતી કાલે એટલે કે મંગળવારે CBI સુશાંતના હત્યારાના નામનો ખુલાસો કરી શકે છે. 

CBI આવતીકાલે કરશે સુશાંતના હત્યારાઓના નામનો ખુલાસો? મહેશ શેટ્ટીના નિવેદનથી મળ્યો મોટો ક્લૂ

નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Death Case)  સંલગ્ન ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તી (Reha Chakraborty) ની આજે પણ પૂછપરછ ચાલુ છે. NCBની ટીમ છેલ્લા એક કલાકથી રિયાની પૂછપરછ કરી રહી છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર આવ્યાં છે. જે મુજબ હવે બહુ જલદી CBI સુશાંતના હત્યારાના નામનો પર્દાફાશ કરવા જઈ રહી છે. ZEE NEWની ખબર મુજબ આવતી કાલે એટલે કે મંગળવારે CBI સુશાંતના હત્યારાના નામનો ખુલાસો કરી શકે છે. 

Sushant Case: CBI અને ફોરેન્સિક ટીમ વારંવાર સુશાંતના બાન્દ્રા ફ્લેટના ધાબે કેમ જાય છે? થયો ઘટસ્ફોટ

મહેશ શેટ્ટી પાસેથી મળ્યો મોટો ક્લૂ
હકીકતમાં હાલમાં જ CBIએ સુશાંતના મિત્ર મહેશ શેટ્ટી (Mahesh Shetty) સાથે વાત કરી છે. આ પૂછપરછમાં સુશાંત મામલે કોઈ મોટો ક્લૂ હાથ લાગ્યો છે. ત્યારબાદ હવે હત્યારાઓનો પર્દાફાશ થવાનો છે. 

NCB કરી રહી છે રિયાને પૂછપરછ
સૂત્રોનું માનીએ તો હાલ સમીર વાનખેડે રિયાને સવાલ જવાબ કરી રહ્યાં છે. કાલે રિયાએ NCBને જે જવાબ આપ્યા તેના આધારે આજે supplimentary question બનાવવામાં આવ્યાં છે. આજના સવાલોની શરૂઆત રવિવારે પૂછાયેલા કેટલાક સવાલોથી થઈ હતી. એનસીબી એ જાણવા માગતી હતી કે કાલના તેના જવાબ અને આજના તેના જવાબમાં કેટલી સમાનતા છે. કાલે તેણે આપેલા ગોળગોળ જવાબોથી એનસીબી સંતુષ્ટ નથી. આ સાથે જ રિયાને કેટલાક ડોક્યુમેન્ટ આપવાનું કહ્યું હતું, જે તે આજે લઈને આવી છે. 

NCBના રિયાને સવાલ
સૂત્રોને જણાવ્યાં મુજબ એનસીબીએ પોતાની પૂછપરછમાં કાલે રિયા પાસે આ સવાલોના જવાબ માંગ્યા હતાં. 

1. વોટ્સએપ ચેટમાં તમે પોતે હતાં? જો હાં તો કોની કોની સાથે ડ્રગ્સને લઈને ચેટ થઈ હતી?
2. તમારો ભાઈ શોવિક તમારા કહેવા પર ડ્રગ્સ લાવતો હતો? કે પછી તમે શોવિકના સંપર્કમાં આવ્યાં બાદ ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું?
3. શોવિક પાસે તમે કઈ કઈ ડ્રગ્સ કેટલીવાર મંગાવી?
4. સેમ્યુઅલ મિરાન્ડા દ્વારા તમે ડ્રગ્સ મંગાવી છે કે પછી હંમેશા શોવિક દ્વારા મંગાવતા હતાં.?
5. શું તમે ક્યારેય દીપેશ સાવંત પાસે ડ્રગ્સ મંગાવી છે?
6. શું તમે પોતે ડ્રગ્સ લો છો?
7. પૈસાની ચૂકવણી કોણ અને કેવી રીતે કરતું હતું?
8. શું સુશાંત સિંહ રાજપૂત પણ ડ્રગ્સ લેતો હતો?
9. જો સુશાંત ડ્રગ્સ લેતો હતો તો તમે તેને રોક્યો કેમ નહીં?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news