J&K: આતંકીઓએ બાંદીપોરામાં ભાજપના નેતાની હત્યા કરી, પિતા અને ભાઈએ પણ જીવ ગુમાવ્યાં

કાશ્મીર ખીણમાં સતત આતંકીઓનો સફાયો થઈ રહ્યો છે. જેનાથી આતંકીઓ ધૂંધવાયા છે અને સતત સુરક્ષાદળો વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યાં છે. આતંકીઓએ બુધવારે રાતે ભાજપના સ્થાનિક નેતાની ગોળી મારી હત્યા કરી નાખી. નેતાના ભાઈ અને પિતાને પણ નિશાન બનાવવામાં આવ્યાં. આ ઘટનાની જાણકારી જમ્મુ અને કાશ્મીરના DGP દિલબાગ સિંહે આપી. હુમલા બાદ આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયાં. 
J&K: આતંકીઓએ બાંદીપોરામાં ભાજપના નેતાની હત્યા કરી, પિતા અને ભાઈએ પણ જીવ ગુમાવ્યાં

શ્રીનગર: કાશ્મીર ખીણમાં સતત આતંકીઓનો સફાયો થઈ રહ્યો છે. જેનાથી આતંકીઓ ધૂંધવાયા છે અને સતત સુરક્ષાદળો વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યાં છે. આતંકીઓએ બુધવારે રાતે ભાજપના સ્થાનિક નેતાની ગોળી મારી હત્યા કરી નાખી. નેતાના ભાઈ અને પિતાને પણ નિશાન બનાવવામાં આવ્યાં. આ ઘટનાની જાણકારી જમ્મુ અને કાશ્મીરના DGP દિલબાગ સિંહે આપી. હુમલા બાદ આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયાં. 

મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા પોલીસ સ્ટેશન પાસે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો. વસીમ બારી ભાજપના સ્થાનિક નેતા હતાં અને અગાઉ ભાજપ જિલ્લાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. બુધવારે રાતે આતંકીઓએ વસીમ બારી પર ફાયરિંગ કરીને તેમની હત્યા કરી. 

આ ઘટનામાં તેમના ભાઈ અને પિતાને પણ ગોળી વાગી. ત્યારબાદ તેમના પણ મોત થયાં. ઘરની દુકાન બહાર ગોળી મારવામાં આવી હતી. પોલીસે તેમના સુરક્ષાકર્મીઓની ધરપકડ કરી છે. જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે ઘટના અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે વસીમ બારી બાંદીપોરા જિલ્લાના ભાજપના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમના પરિવારની સુરક્ષા માટે આઠ સુરક્ષાકર્મીઓ અપાયા હતાં. પરંતુ ઘટના સમયે ત્યાં કોઈ નહતું. 

— ANI (@ANI) July 8, 2020

બુધવારે રાતે લગભગ 9 વાગે આતંકીઓએ વસીમ બારી પર તેમની દુકાનની બહાર ફાયરિંગ કર્યું. આતંકીઓના ફાયરિંગમાં તેમના ભાઈ ઉમર સુલ્તાન અને પિતા બશીર અહેમદ ઘાયલ થયા તેમને તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમના મોત થયાં. 

ડો. જિતેન્દ્ર સિંહે પણ ટ્વીટ કરીને કહ્યું કે પીએમ મોદીએ ફોન કરીને વસીમ બારીની હત્યા અંગે જાણકારી લીધી છે. તેમણે વસીમના પરિવાર પ્રત્યે પોતાની સંવેદનાઓ પણ વ્યક્ત કરી. 

— Dr Jitendra Singh (@DrJitendraSingh) July 8, 2020

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ વસીમના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'આપણે બાંદીપોરામાં શેખ વસીમ બાસી, તેમના પિતા અને ભાઈને ગુમાવ્યાં. પાર્ટી માટે આ મોટી ક્ષતિ છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. સમગ્ર પાર્ટી તેમના પરિવાર સાથે છે. હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે તેમનું બલિદાન વ્યર્થ જશે નહીં.'

— Jagat Prakash Nadda (@JPNadda) July 8, 2020

અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ હાલમાં જ સરપંચ અજય પંડિતાની ગોળી મારીને હત્યા કરી હતી. લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા સંગઠન ધ રિઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હત્યાની જવાબદારી લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news