ડરામણો રિપોર્ટ: મે મહિનાનું 'આ' અઠવાડિયું નિર્ણાયક, સામે આવી શકે છે કોરોનાના 13 લાખ કેસ!

જીવલેણ કોરોના વાયરસે જેટલી ઝડપથી સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લીધી છે તેના આધારે એક અંદાજિત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ ભારતને સાવધાન કરીને કહે છે કે જો ધ્યાન રાખવામાં ન આવ્યું તો મે મહિનાના મધ્ય સુધીમાં ભારતમાં કોરોનાના સંક્રમણના કેસો વધીને દસ લાખથી તેર લાખ સુધી પહોંચી શકે છે. 
ડરામણો રિપોર્ટ: મે મહિનાનું 'આ' અઠવાડિયું નિર્ણાયક, સામે આવી શકે છે કોરોનાના 13 લાખ કેસ!

નવી દિલ્હી: જીવલેણ કોરોના વાયરસે જેટલી ઝડપથી સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લીધી છે તેના આધારે એક અંદાજિત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ ભારતને સાવધાન કરીને કહે છે કે જો ધ્યાન રાખવામાં ન આવ્યું તો મે મહિનાના મધ્ય સુધીમાં ભારતમાં કોરોનાના સંક્રમણના કેસો વધીને દસ લાખથી તેર લાખ સુધી પહોંચી શકે છે. 

અમેરિકાથી આવ્યો છે આ રિપોર્ટ
સંયુક્ત રાજ્ય અમેરિકાના વૈજ્ઞાનિકોની ટીમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોરોના પર સ્ટડી  કરી રહી છે. આ સ્ટડીના આધારે આ ટીમે આંકડાઓના અનુમાનવાળો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. ભારત માટે આ રિપોર્ટમાં એક મોટી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આ રિપોર્ટ કહે છે કે મે મહિનાના મધ્ય સુધીમાં ભારતમાં કોરોના સંક્રમણના દસથી તેર લાખ સુધીના કેસ સામે આવી શકે છે. 

કોરોનાથી ભારતમાં ચિંતા વધી
આ રિપોર્ટે સવા સો કરોડની જનસંખ્યાવાળા ભારતના ચિકિત્સા અધિકારીઓ અને વિશેષજ્ઞો વચ્ચે ચિંતા વધારી દીધી છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી સર્વાધિક સક્રિય વડાપ્રધાન સાબિત થયા છે. આવામાં કોરોના સામે યુદ્ધની તૈયારીઓને લઈને દેશ પણ ઉત્સાહમાં છે. 

આમ છતાં અનુમાન છે કે આવનારા અઠવાડિયાઓમાં કોરોના સંક્રમણના નવા કેસ ઝડપથી વધી શકે છે. અને આ સ્થિતિ દેશની સ્વાસ્થ્ય પ્રણાલીમાં ગંભીર તણાવ પેદા  કરી શકે છે. 

જુઓ LIVE TV

મે મહિનાનું બીજું અઠવાડિયું નિર્ણાયક
કોરોના વાયરસના ભારતમાં થનારા મોટા હુમલાને લઈને રિસર્ચર્સે જે આશંકા વ્યક્ત કરી છે તે મુજબ મે મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં દેશમાં કોરોનાના 13 લાખ કેસ સામે આવી શકે છે. 

અમેરિકા વૈજ્ઞાનિકોની ટીમ ભારતમાં કોરોનાના કેસોની સ્ટડી કરી રહી છે. ગ્રુપના રિસર્ચર્સે ભારતમાં કોરોનાની હાજરીવાળા આંકડાનો અભ્યાસ કર્યા બાદ તૈયાર કરેલા રિપોર્ટમાં આ આશંકા વ્યક્ત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news