બે વિદેશી યુવતીઓએ દિલ્હીની જામા મસ્જિદમાં કર્યું કંઈક એવું કે થઈ રહી છે ઠેર-ઠેર ચર્ચા

દેશ અને વિદેશમાં આજકાલ ટીક-ટોક પર વીડિયો બનાવવાનો ક્રેઝ હદ વટાવી રહ્યો છે અને લોકો ચિત્ર-વિચિત્ર વીડિયો બનાવીને મુક્તા હોય છે. કેટલીક વખત લોકો મર્યાદા ભુલી તા હોય છે તો કેટલીક વખત તેમને સ્થળનું પણ ભાન હોતું નથી અને તેના કારણે તેઓ ચર્ચામાં આવી જતા હોય છે 

બે વિદેશી યુવતીઓએ દિલ્હીની જામા મસ્જિદમાં કર્યું કંઈક એવું કે થઈ રહી છે ઠેર-ઠેર ચર્ચા

નવી દિલ્હીઃ દેશ અને વિદેશમાં આજકાલ ટીક-ટોક પર વીડિયો બનાવવાનો ક્રેઝ હદ વટાવી રહ્યો છે અને લોકો ચિત્ર-વિચિત્ર વીડિયો બનાવીને મુક્તા હોય છે. કેટલીક વખત લોકો મર્યાદા ભુલી તા હોય છે તો કેટલીક વખત તેમને સ્થળનું પણ ભાન હોતું નથી અને તેના કારણે તેઓ ચર્ચામાં આવી જતા હોય છે. આવું જ કંઈક દિલ્હીમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદમાં થયું છે. બે વિદેશી ટૂરિસ્ટ યુવતીઓએ જામા મસ્જિદમાં ફરવા આવી હતી અને ત્યાં ટિક-ટોક વીડિયો બનાવી નાખ્યો.

તેમનો આ ટિક-ટોક વીડિયો થોડા સમયમાં જ વાયરલ થઈ જતાં જામા મસ્જિદના વહીવટદારો ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તાત્કાલિક ધોરણે જામા મસ્જિદમાં આ એપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા પણ ટિક-ટોક પર પ્રતિબંધ લગાવાયો હતો. 

— Abdul Rahim Abbasi (@AbdulRa02818732) April 30, 2019

આ બંને વિદેશી યુવતીઓએ દિલ્હીની જામા મસ્જિદમાં નમાઝ પઢવાના વિસ્તારની પાસે ડાન્સ કરતો ટિક-ટોક વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવ્યા પછી આ યુવતીઓએ તેને ટિક-ટોક મુકી દીધો હતો. થોડીવારમાં જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકોએ તેની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. મસ્જિદના વહીવટદારો સુધી આ વાત પહોંચતા તેમણે મસ્જિદમાં ટિક-ટોક વીડિયો બનાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

જામા મસ્જિદમાં લગાવ્યું બોર્ડ
હવે જામા મસ્જિદના અંદર સિવિલ ડિફેન્સના 55 વર્ષના સભ્ય કેફિયત ખાનને લોકો પર નજર રાખવાની ડ્યુટી સોંપાઈ છે. તેમનું કામ મસ્જિદના અંદર ફોટા પાડતા અને વીડિયો બનાવતા લોકોને અટકાવવાનું છે. તેમણે જણાવ્યું કે, મસ્જિદમાં યુવતીઓના ડાન્સનો વીડિયો વાયરલ થયા પ છી હવે અહીં કોઈને પણ વીડિયો ઉતારવાની મંજુરી આપવામાં આવતી નથી. 

— Sanchit Sharma (@SanchitBhardwa6) June 6, 2019

જામા મસ્જિદને જોવા આવનારા લોકો કોઈ પણ પ્રકારનો વીડિયો ઉતારે નહીં કે ફોટો ન પાડે તેના માટે મસ્જિદના વહિવટી તંત્ર તરફથી અહીં એક નોટીસ બોર્ડ પણ લગાવાયું છે. આ નોટિસ બોર્ડ લાગ્યા પછી તેની પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news