રેલવે કર્મચારીઓ માટે ખુશીના સમાચારઃ 78 દિવસનું બોનસ આપશે કેન્દ્ર સરકાર

કેન્દ્રીય મંત્રીમંડળની મંગળવારે મળેલી બેઠકમાં રેલવે કર્મચારીઓને ચાલુ વર્ષે 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય લેવાયો છે. જેનો રેલવેના 11 લાખ કર્મચારીઓને ફાયદો થશે. કેન્દ્ર સરકારને તેના પાછળ રૂ.2024 કરોડનો ખર્ચ આવશે. આ સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરમાં ઈ-સિગારેટના ઉત્પાદન, વેચાણ, આયાત-નિકાસ, ઉપયોગ તમામ પર પ્રતિબંધ લગાવ્યો છે.

રેલવે કર્મચારીઓ માટે ખુશીના સમાચારઃ 78 દિવસનું બોનસ આપશે કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળની મંગળવારે મળેલી બેઠકમાં રેલવે કર્મચારીઓને ચાલુ વર્ષે 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય લેવાયો છે. જેનો રેલવેના 11 લાખ કર્મચારીઓને ફાયદો થશે. કેન્દ્ર સરકારને તેના પાછળ રૂ.2024 કરોડનો ખર્ચ આવશે. આ સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરમાં ઈ-સિગારેટના ઉત્પાદન, વેચાણ, આયાત-નિકાસ, ઉપયોગ તમામ પર પ્રતિબંધ લગાવ્યો છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, "આ વખતે રેલવેના 11 લાખ 52 હજાર કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. જેના પાછળ કેન્દ્રને રૂ.2024 કરોડનો ખર્ચ આવશે."

— ANI (@ANI) September 18, 2019

પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સરકારનું માનવું છે કે બોનસ આપવાથી રેલવે કર્મચારીઓની કામકાજની ક્ષમતામાં વધારો થશે. આ સળંગ છઠ્ઠું વર્ષ છે જ્યારે સરકારે રેલવેના કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય લીધો છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news