બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષની ગાડી પર પથ્થરમારો, 15 દિવસમાં બીજો હુમલો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની ગાડી પર હુમલો થયો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષની કાર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. દિલીપ ઘોષના કાફલામાં પોલીસની ગાડી પણ હતી. 

Updated By: Nov 25, 2020, 09:57 PM IST
બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષની ગાડી પર પથ્થરમારો, 15 દિવસમાં બીજો હુમલો

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની ગાડી પર હુમલો થયો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષની કાર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. દિલીપ ઘોષના કાફલામાં પોલીસની ગાડી પણ હતી. દિલીપ ઘોષે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર હુમલાનો આરોપ લગાવ્યો છે. 15 દિવસની અંદર બંગાળ ભાજપ અધ્યક્ષના કાફલા પર આ બીજો હુમલો થયો છે. 

ભાજપના પ્રદેશ અધ્યક્ષે ટ્વીટ કર્યુ કે, મુર્શિદાબાદના કાંડીમાં આજે દિવસ 3 કલાક 45 મિનિટ અને યુરન્દરપુરમાં 5 કલાક 32 મિનિટ પર ટીએમસીના ગુંડાએ કાળા ઝંડા દેખાડ્યા અને મારી ગાડી પર પથ્થર ફેંક્યા. ભાજપના નેતાએ આગળ કહ્યુ કે, હતાશ અને નિરાશ ટીએમસી હવે આખરી પ્રયાસના રૂપમાં પોલિટિક્સ ટેરરિઝ્મનો પ્રયાસ કરી રહી છે. 

તો આ મામલા પર પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે પણ ટ્વીટ કર્યુ છે. તેમણે કહ્યુ કે, તે મુર્શિદાબાદમાં જ્યાં મારી ગાડીને કેટલાક વિશેષ વર્ગના અસામાજિક લોકોએ ઘેરી લીધી હતી. તો આજે દિલીપ ઘોષની ગાડી પર હુમલો થયો છે. આશ્ચર્યની વાત છે કે તેમની ગાડીની પાછળ જિલ્લાના એસપીની ગાડી હતી. 

આ પહેલા બુધવારે રાજ્યના બીરભૂમ જિલ્લાના સુરીમાં દિલીપ ઘોષની રેલીમાં ભાજપના કાર્યકર્તાઓના એક ગ્રુપ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં કેટલીક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના બોલપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવનાર સિમુલિયામાં થઈ હતી. હુમલામાં એક વાહન અને કેટલીક બાઇકમાં તોડફોડ થઈ હતી. ભાજપના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે, તેમના પર ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. 

વ્યસ્ક મહિલા પોતાની મરજીથી ગમે ત્યાં અને ગમે તેની સાથે રહી શકેઃ દિલ્હી HCનો મોટો નિર્ણય

પહેલા પણ થયો હતો હુમલો
ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર આ પહેલા 12 નવેમ્બરે હુમલો થયો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તેમનો કાફલો અલીપુરદ્વારથી પસાર થઈ રહ્યો હતો. કાફલા પર પથ્થર ફેંકવાથી કેટલીક ગાડીના કાચ તૂટી ગયા હતા. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube