કે.એલ રાહુલ પડતો મુકાયો, શુભમન ગીલની થઈ એન્ટ્રી, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ ટીમ જાહેર

વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણીમાં રાહુલ એક અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો, તેણે બે ટેસ્ટમાં અનુક્રમે 44,38, 13 અને 6 રન બનાવ્યા હતા, રોહિત શર્માને ઓપનિંગ કરવા માટે પાછો બોલાવાયો 
 

કે.એલ રાહુલ પડતો મુકાયો, શુભમન ગીલની થઈ એન્ટ્રી, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ ટીમ જાહેર

મુંબઈઃ બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) દ્વારા ગુરૂવારે દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ત્રણ ટેસ્ટની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં અત્યંત નબળું પ્રદર્શન કરનારા કે.એલ. રાહુલને પડતો મુકવામાં આવ્યો છે, જેની સામે શુભમન ગીલને ટીમમાં એન્ટ્રી મળી છે. શુભમન ગીલ અત્યારે દક્ષિણ આફ્રિકા-એ ટીમ સામે ચાર દિવસની મેચ રમવા માગે ગયેલી ઈન્ડિયા-એ ટીમનો કેપ્ટન છે. 

વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણીમાં રાહુલ એક અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો, તેણે બે ટેસ્ટમાં અનુક્રમે 44,38, 13 અને 6 રન બનાવ્યા હતા. આટલું જ નહીં, ટેસ્ટના ફોર્મેટમાં રાહુલ સફળ જોવા મળ્યો નથી. તેણે છેલ્લે રમેલી 30 ટેસ્ટ ઈનિંગ્સમાં કુલ 664 રન જ બનાવ્યા છે. 

ઓલ-ઈન્ડિયા પસંદગી સમિતિ દ્વારા પેસરની સંપૂર્ણ ટીમ પસંદ કરાઈ છે, જેમાં જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં રમેલી ભારતીય ટીમમાંથી ઉમેશ યાદવને પડતો મુકવામાં આવ્યો છે. 

મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે રોહિત શર્મામાં વિશ્વાસ મુક્યો છે અને દક્ષિણ આફ્રિકા સામે તેને ઓપનિંગમાં ઉતારવામાં આવનારો છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં રોહિતને પસંદ કરાયો ન હતો. રોહિત શર્માને વિઝાયાનગરમમાં 26 સપ્ટેમ્બરથી રમાનારી ત્રણ દિવસની વોર્ણ અપમેચમાં બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવનનો કેપ્ટન પણ બનાવાયો છે.  

દ.આફ્રિકા સામેની ભારતીય ટીમઃ 
વિરાટ કોહલી(કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે(વિકી), હનુમા વિહારી, રિષભ પંત(વિકી), રિદ્ધિમાન સાહા (વિકી), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, શુભમન ગીલ. 

બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવનઃ
રોહિત શર્મા(કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, એ.આર. એસવરન, કરુણ નાયર, સિદ્ધેશ લાડ, કે.એસ. ભરત (વિકી), જલજ સક્સેના, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અવેશ ખાન, ઈશાન પોરેલ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news