IPL 2020: આ વિસ્ફોટક બેટ્સમેનને ફરી મળી સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન


વોર્નરને કેન વિલિયમ્સનના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વોર્નરની આગેવાનીમાં હૈદરાબાદની ટીમે 2016માં ટ્રોફી કબજે કરી હતી. 
 

IPL 2020: આ વિસ્ફોટક બેટ્સમેનને ફરી મળી સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન

નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદે 29 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 માટે ડેવિડ વોર્નરની કેપ્ટન તરીકે નિમણૂંક કરી છે. તે કેન વિલિયમ્સનનું સ્થાન લેશે. વિલિયમ્સને 2018 અને 2019માં ટીમની કમાન સંભાળી હતી. વિલિયમ્સનને 2018માં તે સમયે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો જ્યારે વોર્નર પર બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 

વિલિયમ્સનની આગેવાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 2018માં ફાઇનલ સુધીની સફર કરી હતી. અહીં તેણે ચેન્નઈ સુપર કિંગ્સના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વિલિયમ્સને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ, 735 રન બનાવ્યા હતા. પાછલા વર્ષે સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સના હાથે એલિમિનેટરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે લીગમાં ચોથા સ્થાને રહી હતી. 

વોર્નરે આ પહેલા 2015-2017 વચ્ચે ટીમની કમાન સંભાળી હતી. 2016માં હૈદરાબાદ ચેમ્પિયન બન્યું હતું. વોર્નરે કુલ મળીને સનરાઇઝર્સ માટે 45 મેચોમાં આગેવાની કરી અને તેમાંથી 26માં જીત મેળવી છે. તો વિલિયમ્સને 26માંથી 14 મુકાબલા જીત્યા છે. 

A post shared by SunRisers Hyderabad (@sunrisershyd) on

વોર્નરે માન્યો આભાર
કેપ્ટનશિપ સોંપાયા બાદ ડેવિડ વોર્નરે ટીમ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો છે. ટીમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જારી કરાયેલા એક વીડિયોમાં વોર્નરે કહ્યું, 'હું કેપ્ટનશિપ મેળવીને ખુબ ખુશ છું. હું ટીમ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરુ છું.' વોર્નરે કેન વિલિયમ્સન અને ભુવનેશ્વર કુમારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તે બંન્ને ટીમને સારી રીતે સંભાળી છે. તેણે કહ્યું, 'તમે બંન્નેએ ખુબ સારી રીતે ટીમની કમાન સંભાળી, મને તમારા સહયોગની ખુબ જરૂર રહેશે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news