સાયબર ક્રાઈમ News

સુરતના હીરા દલાલને ભાવનગરથી ફોન આવ્યો, અને 2 મહિનામાં 20 કરોડના વહેવાર થઈ ગયા...
સુરતના કતારગામના હીરાદલાલના નામે જીએસટી નંબર મેળવી ચીટર ટોળકીએ માત્ર 2 જ મહિનામાં રૂપિયા 20 કરોડના ટ્રાન્જેક્શન કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હીરાદલાલે રિટર્ન ભરવા માટે સીએ પાસે ફાઇલ આપી ત્યારે ‘એએ-24’ નંબરનું ઓનલાઇન ફોર્મ ભરી પાનકાર્ડનો નંબર નાખતા જીએસટી નંબર જોવા મળ્યો હતો. હીરાદલાલે જીએસટી નંબર લીધો ન હતો, છતાં તેમના નામે 20 કરોડના ટ્રાન્જેક્શન સામે આવ્યા છે. આથી હીરાદલાલ ભાવેશ ઘનજી ગાબાણીએ જીએસટી કમિશનરને સુરત અને અમદાવાદ ખાતે અરજી આપ્યા બાદ પોલીસ કમિશનરને પણ અરજી આપી હતી. ભાવેશ ગાબાણીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે 4 મોબાઇલ નંબર અને 4 ઈમેલ આઈડીનો ઉપયોગ કરનારા સામે આઈટી એક્ટ અને ચીટિંગનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ આરોપીને ઝડપી પાડ્યો છે.
Jan 14,2022, 8:11 AM IST
વૃદ્ધની આખા જીવનની જમા પૂંજી એક ઝટકે થઈ ગઈ ગાયબ, પાડોશી પર વધુ પડતો વિશ્વાસ રાખવો ભા
Sep 3,2021, 15:10 PM IST

Trending news