Jio નો શાનદાર પ્લાન, માત્ર 75 રૂપિયામાં 56 દિવસની વેલિડિટી, ફ્રી કોલિંગ અને ડેટા

જીયોનો એક સસ્તો પ્લાન 75 રૂપિયાનો છે. ખાસ ઓફર હેઠળ જીયોના આ રિચાર્જ પ્લાનમાં તમને આશરે 2 મહિનાની વેલિડિટી મળશે. 

Updated By: Jun 23, 2021, 03:20 PM IST
Jio નો શાનદાર પ્લાન, માત્ર 75 રૂપિયામાં 56 દિવસની વેલિડિટી, ફ્રી કોલિંગ અને ડેટા

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો  (Reliance Jio) ની પાસે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે. જીયોનો એક સસ્તો પ્લાન 75 રૂપિયાનો છે. ખાસ ઓફર હેઠળ જીયોના આ રિચાર્જ પ્લાનમાં તમને આશરે 2 મહિનાની વેલિડિટી મળશે. 75 રૂપિયાનો આ પ્લાન જીયો ફોન માટે છે. આ રિચાર્જ પ્લાનમાં તમને ફ્રી કોલિંગની સાથે ડેટાનો ફાયદો મળે છે. તો આવો જાણીએ આ 75 રૂપિયાના પ્લાનમાં તમને ક્યા-ક્યા ફાયદા મળશે.

75 રૂપિયામાં 56 દિવસની વેલિડિટી અને 6GB ડેટા
જીયોના ફોનના 75 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. ખાસ ઓફર હેઠળ એક રિચાર્જ પ્લાન લેવા પર 1 પ્લાન ફ્રી મળે છે. એટલે કે તમને 75 રૂપિયાના પ્લાનમાં કુલ 56 દિવસની વેલિડિટી મળે છે. જીયોના આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. જીયો ફોનના આ પ્લાનમાં ટોટલ 6જીબી ડેટા મળે છે. પ્લાનમાં 50 SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 

આ પણ વાંચોઃ ભારતમાં Xiaomi નો દમદાર સ્માર્ટફોન Mi 11 Lite થયો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

39 રૂપિયામાં આશરે મહિનાની વેલિડિટી અને ડેટા
આ જીયોનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે. 39 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. ખાસ ઓફર હેઠળ એક રિચાર્જ પ્લાન લેવા પર 1 પ્લાન ફ્રી મળી રહ્યો છે. તેવામાં યૂઝર્સને 39 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં યૂઝર્સને કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં ટોટલ 2.8જીબી ડેટા મળે છે. સાથે યૂઝર્સને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube