અફઘાનિસ્તાનમાં થયેલા સુરંગ વિસ્ફોટમાં 11 શ્રદ્ધાળુઓનાં મોત, 34થી વધુ ઘાયલ

સોમવારે દક્ષિણ અફઘાનિસ્તાનમાં થયેલા એક સુરંગ વિસ્ફોટમાં એક વાહનમાં આગ લાગી ગઈ હતી, મૃતક 11 લોકોમાંથી 7 બાળકો છે 

અફઘાનિસ્તાનમાં થયેલા સુરંગ વિસ્ફોટમાં 11 શ્રદ્ધાળુઓનાં મોત, 34થી વધુ ઘાયલ

કાબુલઃ સોમવારે દક્ષિણ અફઘાનિસ્તાનમાં થયેલા એક સુરંગ વિસ્ફોટમાં એક વાહન આગમાં સ્વાહા થઈ ગયું હતું. આ ઘટનામાં કુલ 11નાં મોત થયા હતા, જેમાં 7 બાળકો હતા. કંદહારના રાજ્યપાલના પ્રવક્તા હયાતુલ્લા હયાતે જણાવ્યું કે, કંદહારના ખાકરેઝ જિલ્લામાં આ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 22 બાળકો અને 8 મહિલા મળીને કુલ 23 લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકોની સ્થિતી ગંભીર છે. 

સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, પયગંબર મોહમ્મદના સંબંધી અને સાથી એવા સુફી શાહ આગાના મકબરાની ઝિયારત કરીને શ્રદ્ધાળુઓ પાછા આવી રહ્યા હતા એ સમયે આ ઘટના ઘટી હતી. હજુ સુધી આ ઘટનાની કોઈએ જવાબદારી સ્વીકારી નથી. તાલિબાનોએ જણાવ્યું કે, તેઓ રોડસાઈડ બોમ્બ અને સુરંગ વિસ્ફોટનો ઉપયોગ સુરક્ષા દળો સામે કરતા હોય છે, ક્યારેય નાગરિકો પર તેઓ આ પ્રકારનો હુમલો કરતા નથી. 

ઉત્તરમાં આવેલા બાલ્ખ પ્રોવિન્સમાં રવિવારે થયેલા એક સુરંગ વિસ્ફોટમાં 2 બાળકોનાં મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષના કારણે અનેક સ્થળે સુરંગો ગોઠવેલી છે, જેના બોમ્બ ઘણી વખત બાળકોના હાથમાં આવી જતા હોય છે. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news