કોરોનાના જોખમ વચ્ચે મલેશિયાના એરપોર્ટ પર ફસાયા 280 ભારતીયો

કોરોના વાયરસના જોખમ વચ્ચે 280 ભારતીયો મલેશિયામાં ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. હજુ સુધી તેમને કોઈ મદદ મળી નથી. ઝી મીડિયાના માધ્યમથી આ ફસાયેલા લોકોએ વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે જેમ બને તેમ જલદી તેમને ઘરે પાછા ફરવાની મંજૂરી મળે. 

કોરોનાના જોખમ વચ્ચે મલેશિયાના એરપોર્ટ પર ફસાયા 280 ભારતીયો

જયપુર: કોરોના વાયરસના જોખમ વચ્ચે 280 ભારતીયો મલેશિયામાં ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. હજુ સુધી તેમને કોઈ મદદ મળી નથી. ઝી મીડિયાના માધ્યમથી આ ફસાયેલા લોકોએ વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે જેમ બને તેમ જલદી તેમને ઘરે પાછા ફરવાની મંજૂરી મળે. 

2 દિવસથી આ બધા ભારતીયો એરપોર્ટ ઉપર જ હાજર છે અને ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યાં છે. ત્યાં ફસાયેલા લોકોનું આ દર્દ છે કે આવા સમયમાં તેઓ પોતાના દેશ આવી શકતા નથી. ચેપ સતત દરેક જગ્યાએ ફેલાઈ રહ્યો છે પરંતુ આ લોકોની મદદ થઈ રહી નહતી. જો કે મલેશિયાની સરકાર અને ત્યાંની એનજીઓ ખાવા પીવાના સામાન અને અન્ય જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી રહી છે. આ બધા ભારતીયોને હજુ સુધી દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી નથી. 

આશા છે કે ઝી મીડિયાના માધ્યમથી વિદેશ મંત્રાલયને કરાયેલી અપીલ જલદી કારગર નીવડશે અને જલદી અધિકારીઓ એક્શનમાં આવશે જેથી કરીને ફસાયેલા ભારતીયોને સુરક્ષિત દેશમાં પાછા લાવી શકાય. 

જુઓ LIVE TV

મલેશિયા એરપોર્ટ પર ફસાયેલા લોકોમાં રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, બિહાર ઝારખંડ, અને અન્ય પ્રદેશના લોકો ત્યાં કામ કરનારા છે. પરંતુ કોરોના વાયરસના કારણે તેઓ પોતાના દેશ પાછા ફરવા માંગે છે. આવામાં તેમની આશાઓ વિદેશ મંત્રાલય પર અટકી છે કે ક્યારે વિદેશ મંત્રાલય તેમને લીલી ઝંડી આપે અને તેઓ વતન પાછા ફરી શકે. જેથી કરીને ચેપ તેમના સુધી ન પહોંચે અને તેઓ સુરક્ષિત પાછા ફરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news