જો નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો શાંતિ મંત્રણા માટે વધુ સારું રહેશે: ઇમરાન ખાન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું કે જો નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ લોકસભા ચૂંટણી 2019 ફરીથી જીતે છે તો બંને દેશો વચ્ચે શાતિ મંત્રણા માટે સારી તક હશે.

જો નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો શાંતિ મંત્રણા માટે વધુ સારું રહેશે: ઇમરાન ખાન

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું કે જો નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ લોકસભા ચૂંટણી 2019 ફરીથી જીતે છે તો બંને દેશો વચ્ચે શાતિ મંત્રણા માટે સારી તક હશે. વિદેશી મીડિયાથી વાતચીત કરતા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને એ પણ કહ્યું કે જો વિપક્ષી કોંગ્રેસના નેતૃત્વમાં ભારતની આગામી સરકાર બને છે તો દક્ષિણપંથિઓના ભયના કારણ કદાચ તેઓ કાશ્મીર મુદ્દા પર વાતચીત કરવા આગળ આવશે નહીં.

ઇમરાન ખાને ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, જો ભાજપ જીતે તો, તે સંભવ છે કે કાશ્મીર મુદ્દાના ઉકેલ આવશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, કશ્મીરી મુસ્લિમો અને ભારતના મુસ્લિમો મોદીના યુગમાં સીમાચિહ્ન છે. તેમણે કહ્યું કે ઘણા વર્ષો પહેલા, ભારતીય મુસ્લિમો અહીં તેમની સ્થિતિ વિશે અત્યંત ખુશ હતા, પરંતુ હવે તેઓ ભારતમાં વધતા હિંદુ રાષ્ટ્રવાદના કારણે ખૂબ જ ચિંતિત છે.

બેંઝામિન નેતન્યાહૂ સાથે સરખામણી
ઇમરાને પીએ મોદીની સરખામણી ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂ સાથે કરતા કહ્યું કે, તેમની રાજનીતી ભય અને રાષ્ટ્રવાદીની ભાવના પર આધારી છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે તેમના સંકલ્પ પત્રમાં કાશ્મીરને આપેલા વિશેષ અધિકારોને દૂર કરવાનું વચન આપ્યું છે. તેના પર ટિપ્પણી કરતા ઇમરાન ખાને કહ્યું કે, થઇ શકે છે કે આ ચૂંટણી નારો હોય પરંતુ તે ખુબ જ ચિંતાજનક વાત છે.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના પુલવામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના આત્મધાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ પેદા થઇ ગયો છે. પાકિસ્તાને તેમાં પોતાની કોઇપણ ભૂમિકાથી ઇનકાર કર્યો હતો. જોકે, જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી. ત્યારબાદ ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસી એર સ્ટ્રાઇક કરી હતી.

આતંકવાદ
આતંકવાદના મુદ્દા પર બોલતા સમયે ઇમરાન ખાને કહ્યું હતું કે, ઇસ્લામાબાદ પાકિસ્તાનની અંદર બધા આતંકી સંગઠનોને સમાપ્ત કરવા માટે સંકલ્પબદ્ધ છે અને આ કાર્યક્રમમાં પાકિસ્તાનની સેનાનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત છે. તેના અંતર્ગત તે સંગઠનોને પણ સમાપ્ત કરવામાં આવશે જે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news