મિશન શક્તિઃ ભારતની ઉપલબ્ધી પર પડોશી દેશ ચીનના પેટમાં દુઃખ્યું
Trending Photos
બિજિંગઃ ભારત દ્વારા એન્ટી સેટેલાઈટ મિસાઈલના સફળ પરીક્ષણ બાદ ચીને કહ્યું કે, આશા છે કે ભારત બાહ્ય અંતરિક્ષમાં શાંતિ જાળવી રાખશે. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'અમે પ્રસ્તુત રિપોર્ટથી માહિતગાર છીએ અને આશા છે કે બધા જ દેશ ગંભીરતાપૂર્વક બાહ્ય અંતરિક્ષમાં સ્થાયી શાંતિની સુરક્ષા કરશે.'
ચીને આવું એક પરીક્ષણ જાન્યુઆરી, 2007માં કર્યું હતું, જ્યારે તેની એન્ટી સેટેલાઈટ મિસાઈલે એક નિષ્ક્રિય હવામાન ઉપગ્રહનો નાશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશને સંબોધિત કર્યો હતો. વડાપ્રદાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, થોડા સમય પહેલા જ ભારતે મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. ભારત અંતરિક્ષ ક્ષેત્રે જે ઉપલબ્ધિ હાંસલ કરી છે તેના પ્રાપ્ત કરનારો અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે. ભારતીય વૈજ્ઞાનિકોએ આ મિશનને શક્તિ નામ આપ્યું હતું.
વડા પ્રધાને આ અંગેની વધુ વિગતો આપતા જણાવાયું હતું કે, 'LEOમાં ભ્રમણ કરતા સેટેલાઈટને તોડી પાડવાનું લક્ષ્ય પૂર્વનિર્ધારિત હતું. આ મિશનને માત્ર 3 મિનિટમાં પૂરું કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ પૃથ્વીની સપાટીથી 300 કિમી દૂર નિચલી ભ્રમણકક્ષામાં રહેલા ઉપગ્રહને તોડી પાડ્યો હતો. એન્ટી સેટેલાઈટ મિસાઈલ(ASAT) દ્વારા આ મિશન પાર પાડવામાં આવ્યું હતું.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે