ભારત સાથેના સરહદ વિવાદમાં અમેરિકાની મધ્યસ્થતાની ઓફર પર હવે ચીને આપ્યો આ જવાબ

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા સરહદ વિવાદને ખતમ કરવા માટે અમેરિકાએ મધ્યસ્થતાની ઓફર મૂકી હતી ત્યારબાદ હવે ચીનના સરકારી મીડિયાએ ગુરુવારે કહ્યું કે ચીન અને ભારતને હાલમાં સરહદ પર ચાલતા ઘર્ષણને ખતમ કરવા માટે અમેરિકાની મદદની જરૂર નથી. 

ભારત સાથેના સરહદ વિવાદમાં અમેરિકાની મધ્યસ્થતાની ઓફર પર હવે ચીને આપ્યો આ જવાબ

બેઈજિંગ: ભારત અને ચીન વચ્ચે વધી રહેલા સરહદ વિવાદને ખતમ કરવા માટે અમેરિકાએ મધ્યસ્થતાની ઓફર મૂકી હતી ત્યારબાદ હવે ચીનના સરકારી મીડિયાએ ગુરુવારે કહ્યું કે ચીન અને ભારતને હાલમાં સરહદ પર ચાલતા ઘર્ષણને ખતમ કરવા માટે અમેરિકાની મદદની જરૂર નથી. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે સરહદ વિવાદ ઉકેલવામાં મધ્યસ્થતા કરવાની વાત ટ્વીટ દ્વારા કરી હતી. ત્યારબાદ ચીનના મીડિયામાં આ પ્રતિક્રિયા સામે આવી છે. ટ્રમ્પે એક ટ્વીટમાં કહ્યું હતું કે, 'અમે ભારત અને ચીન બંનેને જણાવ્યું છે કે અમેરિકા સરહદ વિવાદમાં મધ્યસ્થતા કરવા માટે તૈયાર, ઈચ્છુક અને સક્ષમ છે.'

ચીની વિદેશ મંત્રાલય તરફથી ટ્રમ્પના ટ્વીટના જવાબમાં કોઈ અધિકૃત પ્રતિક્રિયા નહતી આવી પરંતુ સરકારી સમાચાર પત્ર 'ગ્લોબલ ટાઈમ્સ'માં છપાયેલા એક લેખમાં કહેવાયું કે બંને દેશોને રાષ્ટ્રપતિ ટ્રમ્પની આવી કોઈ મદદની જરૂર નથી. 

રિપોર્ટમાં લખવામાં આવ્યું કે, 'હાલના વિવાદને ભારત અને ચીન દ્વિપક્ષીય વાર્તાથી ઉકેલવા માટે સક્ષમ છે. બંને દેશોએ અમેરિકાથી સતર્ક રહેવું જોઈએ કે જે વિસ્તારમાં શાંતિ અને સદભાવને બગાડવાની તક શોધતું રહે છે.' 

જુઓ LIVE TV

તાજેતરમાં એવા અહેવાલો હતાં કે ભારત અને ચીન વચ્ચ લદાખ અને સિક્કિમમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ખુબ તણાવ વધ્યો છે. એવું પણ કહેવાય છે કે બંને દેશોએ સૈનિકોની તૈનાતી અને પેટ્રોલિંગ પણ વધારી દીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news